મુંબઈ: ટીવી એક્ટ્રેસ કૃષ્ણા મુખર્જી(Krishna Mukharjee)એ પ્રોડ્યુસર કુંદન સિંહ(Kundan Singh) પર ગંભીર આરોપ લગાવ્યા છે. થોડા દિવસો પહેલા, કૃષ્ણાએ જણાવ્યું હતું કે દંગલ ટીવી ચેનલના શો ‘શુભ શગુન'(Shubh Shagun)માં કામ કરતી વખતે નિર્માતા કુંદન સિંહે તેનું શોષણ કર્યું હતું. ઉપરાંત કૃષ્ણા મુખર્જીએ આરોપ લગાવ્યો કે તેને 5 મહિનાના કામની ફી હજુ સુધી ચૂકવવામાં આવી નથી. એક ઈન્ટરવ્યુમાં કૃષ્ણાએ આ વિશે ખુલીને વાત કરી હતી.
સેટ પર મેક-અપ રૂમમાં લૉક થઇ જવા કૃષ્ણાએ કહ્યું કે આવું બે વાર થયું છે. કૃષ્ણાએ તાજેતરના ઈન્ટરવ્યુંમાં કહ્યું, ‘મેં ક્યારેય એવું નથી કહ્યું કે કુંદને મને મેક-અપ રૂમમાં બંધ કરી દીધી હતી, એ પ્રોડક્શનના લોકોનું કામ છે. તેઓ મારા વિષે અફવા ફેલાવી રહ્યા છે કારણ કે તેની પાસે કહેવા માટે કંઈ નથી. હું ગોરેગાંવના પ્રખ્યાત સ્ટુડિયોમાં શૂટિંગ કરતી હતી અને આ બધું ત્યાં થયું હતું. મારી પાસે ઘણા બધા લોકો છે જે આગળ આવી શકે છે અને આ વિશે વાત કરી શકે છે. મેં આ અંગે એફઆઈઆર પણ નોંધાવી છે. મારે આના પર ખોટું બોલવાની જરૂર નથી.”
તેણે કહ્યું કે, ‘જે છોકરી મને ચેન્જ કરવામાં મદદ કરી રહી હતી તે મને વોશરૂમમાં લઈ ગઈ. જ્યારે હું પછી આવીઅને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો તે લોક હતી. મેં પહેલેથી જ 12 કલાક કામ કર્યું હતું. હું કોઈ વધારાનું કામ કરવા માંગતી ન હતી કારણ કે મને તેનો પગાર મળતો ન હતો.’
તેણે કહ્યું, ‘જે દિવસે મને લૉક કરવામાં આવી તે દિવસે સેટ પર એક બીજી છોકરી હતી, તેનો કામ પર પહેલો દિવસ હતો. તેણે વાતાવરણ જોયું હતું અને તે શૂટ કરવા માંગતી ન હતી. પરંતુ તેણે કોન્ટ્રેકટ પર સાઈન ન કરી ત્યાં સુધી તેઓએ તેને જવા ન દીધી.
તેણે આગળ કહ્યું કે, ‘કુંદન ખૂબ જ હોંશિયાર વ્યક્તિ છે. તેમણે અમને દીકરા-દીકરા કહીને મૂર્ખ બનાવ્યા છે. પરંતુ જ્યારે મેં ઓક્ટોબરમાં FIR નોંધાવી ત્યારે હું સમજી ગઈ કે આ પૈસા આવવાના નથી. તેનું વર્તન બદલાઈ ગયું હતું. તેણે મારી સામે જુદી રીતે જોવા લાગ્યો. પ્રોડક્શન તરફથી સ્વાતિ થાનાવાલાએ મને ઈ-મેઈલ કર્યો હતો કે તે જવાબદારી લેશે અને મારે શૂટિંગ ફરી શરૂ કરવું જોઈએ. તેણે એ પણ કહ્યું કે જે બે વ્યક્તિઓએ મને રૂમમાં બંધ કરી દીધી હતી એ પ્રભાત અને સમીર કાઝી સેટ પર પાછા નહીં આવે.’
કૃષ્ણાએ કહ્યું, ‘પ્રભાત શોનો ઇપી હતો અને સમીર HOP હતો. જ્યારે બંનેએ મને મેક-અપ રૂમમાં બંધ કરી ત્યારે તેઓએ કહ્યું હતું કે કુંદને આ પહેલા બાલાજીના સેટ પર પણ કોઈની સાથે આવું કર્યું હતું. દર વખતે અમારે અમારી ફીના ચેક માટે લડવું પડતું હતું. અમને પૈસા મળશે તેવા વચન સાથે ડબિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેણે અમને YouTube માટે ડબિંગ કરાવ્યું.’
કૃષ્ણા મુખર્જીએ જણાવ્યું કે જ્યારે તે શો છોડીને ગઈ તો પ્રોડક્શન ટીમ તેની પાછળ પડી ગઈ. કુંદને તેની સાથે અભદ્ર વાતો પણ કરી હતી. કૃષ્ણાએ કહ્યું, ‘જ્યારે તેઓએ મને લૉક કરી ત્યારે પર્લ ગ્રેની આસિસ્ટન્ટ અસમાનો હાથ પકડીને મે કહ્યું કે હું શૂટ નહીં કરું. ત્યારે તેમણે કહ્યું હતું કે એમ કેમ શૂટ નહીં કરે, કપડા બદલ અને સેટ પર આવ, આ અહીંથી નહીં જાય, પણ અસમાએ મને મદદ કરી. મને ખબર નહોતી કે કુંદનનો રૂમ મારા રૂમની નીચે જ હતો. તે ત્યાં હતો અને તે બધું જાણતો હતો.
કૃષ્ણાએ કહ્યું કે CINTAA પાસે મદદ માંગી હતી, પરંતુ તેને કોઈ મદદ મળી ન હતી. સાથે જ કૃષ્ણા મુખર્જીએ જણાવ્યું કે આ બધી સમસ્યાઓના કારણે તે ડિપ્રેશનનો શિકાર બની ગઈ છે. તેણે કહ્યું કે તેના 39 લાખ રૂપિયા શોના મેકર્સ પાસે ફસાયેલા છે. શોની સમગ્ર કાસ્ટને ફી ચૂકવવામાં આવી નથી.