આમચી મુંબઈ

આ રીતે નાગરિકોની વહારે આવશે લાલબાગ ચા રાજા…

મુંબઈઃ લાલબાગ ચા રાજા એ મુંબઈ અને મુંબઈગરાની ઓળખ બની ચૂક્યા છે. હવે આ ગણેશોત્સવ મંડળ દ્વારા તેમના વિશેષ કાર્યક્રમ પાન-સુપારી 24મી સપ્ટેમ્બરના યોજાશે અને આ વખતે ઈર્શાળવાડી ખાતે ભેખડ ધસી પડતાં હોનારતનો ભોગ બનેલાઓને મદદ કરવા આગળ આવનારાઓનું સન્માન કરવામાં આવશે.

મુંબઈ સહિત દેશ-વિદેશના ભક્તો કાગડોળે ગણપતિ બાપ્પાની રાહ જોતા હોય છે અને ગણેશોત્સવ મંડળ દ્વારા વિવિધ ઉપક્રમો હાથ ધરવામાં આવશે. પાન-સુપારી એ આ જ વિવિધ ઉપક્રમોમાંથી એક છે. લાલબાગના રાજાની વર્ષોથી ચાલી આવેલી પરંપરામાંથી એક એટલે પાન-સુપારી. આ કાર્યક્રમના માધ્યમથી મંડળ પોતાની સામાજિક જવાબદારી નિભાવે છે. આ કાર્યક્રમ હેઠળ સામાજિક ક્ષેત્રે સક્રિય લોકોનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે 24મી સપ્ટેમ્બરના આ કાર્યક્રમ યોજાશે, એવી માહિતી મંડળના અધ્યક્ષ બાળાસાહેબ કાંબળેએ આપી હતી.

આ વર્ષે આ પાન-સુપારી કાર્યક્રમમાં ઈર્શાળવાડીની દુર્ઘટનાગ્રસ્તોને આર્થિક મદદ પહોંચાડવાનો નિર્ણય મંડળ દ્વારા લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પીડિતોના પુનર્વસનમાં પણ સહકાર્ય કરશે. પીડિતોને મદદ કરવા માટે આગળ આવનારા લોકોનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હાજર રહેશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button