રૂ. પાંચ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કરી ધમાલ
બોલીવૂડના ફેમસ એક્ટર Rajkumar Rao પોતાની એક્ટિંગથી દર્શકોનું મનોરંજન તો કરે જ છે પણ એની સાથે સાથે જ તે જે પણ ફિલ્મમાં કામ કરે છે એમાં તે પ્રાણ પૂરી દે છે. Rajkumar Raoની ગણતરી ઈન્ડસ્ટ્રીના એવા અભિનેતાઓમાં કરવામાં આવે છે કે જે ઓફબીટ ફિલ્મો કરે છે અને આજે આપણે અહીં એની એક એવી ફિલ્મ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ફિલ્મ એક જ બિલ્ડિંગમાં શૂટ થઈ હતી અને તેને બનાવવા માટે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, પણ કમાણીના મામલામાં આ ફિલ્મ લંબી રેસ કા ઘોડા સાબિત થઈ રહી હતી.
2017માં આવેલી આ ફિલ્મનું નામ હતું Trapped. Rajkumar Raoની આ ફિલ્મે રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર કમાણીનો એક અલગ જ રેકોર્ડ સેટ કરી દીધો હતો. તમારી જાણ માટે કે આ આખી ફિલ્મ એક જ હાઈરાઈઝ બિલ્ડિંગમાં શૂટ કરવામાં આવી હતી. રિપોર્ટસમાં કરવામાં આવેલા દાવા પર વિશ્વાસ કરીએ તો પાંચ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મની કમાણીના આંકડા સાંભળીને ભલભલાના હોંશ ઉડી ગયા હતા.
Trappedના વર્લ્ડ વાઈડ કમાણીની વાત કરીએ તો ફિલ્મ આખી દુનિયામાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને આ આંકડો ફિલ્મ બનાવવામાં ખર્ચાયેલી રકમ કરતાં છ ગણો વધારે હતો. દર્શકોએ આ ફિલ્મને ભર-ભરીને પ્રેમ આપ્યો હતો અને આ ફિલ્મમાં રાજકુમાર રાવની એક્ટિંગના પણ ભરપેટ વખાણ કર્યા હતા.
આ એક સર્વાઈકલ ડ્રામા ફિલ્મ હતી અને ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો રાજકુમાર રાવ એક કોલ સેન્ટરનો કર્મચારી છે જે પાણી-વીજળી અને ભોજન વિના પોતાના એપાર્ટમેન્ટના એક રૂમમાં ફસાઈ જાય છે. ગીતાંજલિ થાપાએ તેની ગર્લફ્રેન્ડનો રોલ કર્યો છે.
કમાણી, લોકેશન અને ખર્ચ સિવાય પણ આ ફિલ્મે અનેક રેકોર્ડ કર્યા છે. ફિલ્મનું શૂટિંગ કેટલા દિવસ ચાલ્યું એના વિશે વાત કરીએ તો 20 દિવસમાં આખી ફિલ્મ શૂટ કરવામાં આવી હતી. ફિલ્મ ક્રિટિક્સે પણ આ ફિલ્મને વખાણી હતી. આ સિવાય 63મા ફિલ્મફેર એવોર્ડમાં આ ફિલ્મ માટે રાજકુમાર રાવને બેસ્ટ એક્ટરનો ક્રિટીક્સ એવોર્ડ પણ મળ્યો હતો.