આપણું ગુજરાતજૂનાગઢ
જુનાગઢ ખાતે ઉપરકોટનો કિલ્લો ફરી ખુલ્લો મુકાશે.
જુનાગઢ આવતા પ્રવાસઓને ટૂંક સમયમાં નવું નજરાણું જોવા મળશે.
ઉપરકોટના કિલ્લાને ટૂંક સમયમાં ફરી ખુલ્લો મુકાશે. આજે પ્રવાસન વિભાગના એમ ડી સૌરભ પારધીએ સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.જિલ્લા વહીવટી તંત્ર પાસેથી તલસ્પર્શી માહિતી મેળવી હતી.ઉપરકોટમાં થયેલી કામગીરીનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.
હવે ટૂંક સમયમાં થઈ શકે લોકાર્પણની જાહેરાત કરવામાં આવશે. સૂત્રોની માહિતી મુજબ મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
જુનાગઢ એ ઐતિહાસિક નગરી છે ઉપરકોટ નો કિલ્લો એ ઐતિહાસિક ઇમારતમાં સામેલ છે સૌરાષ્ટ્રની મુલાકાતે આવતા પ્રવાસીઓ જુનાગઢ માં આવેલ લાયક સ્થળોની મુલાકાત લેવી હોય તો ત્રણ દિવસ પણ ઓછા પડે આવા પ્રવાસન સ્થળમાં ઉપરકોટ નો જર્જરીત થયેલો કિલ્લો ફરી નવા રૂપ રંગ સજી તૈયાર થઈ ગયો છે.
Taboola Feed