નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ચૂંટણી ભાષણોમાં વડાપ્રધાનની વાતો તર્ક વિહોણી : ગુજરાતમાં આવીને આવું કોણ કહી ગયું ?

લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન ગુજરાતમાં 7 મી તારીખે છે. મતદાન પહેલા પ્રચાર માટે હવે ત્રણ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે ભાજપ સાથે વડાપ્રધાન મોદીના છૂટની લક્ષી જનસભાના ભાષણોની ટીકા કરી હતી . ગહલોતે કહ્યું કે બે તબક્કા મતદાન બાદ આશ્ચર્યજનક રીતે આંકડાઓ જોવા મળ્યા છે. વડા પ્રધાન પાસે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં શું લખ્યું છે તેના સિવાયના કોઈપણ મુદ્દા ચૂંટણીમાં જોવા નથી મળી રહ્યા. હાલમાં પ્રધાનમંત્રી હડબડાઈ ગયા હોય તેવી
અને કોઈ પણ મતલબ વગરની વાતો કરતા હોય તેવું લાગી રહ્યું છે.

વધુમાં ઉમેરતા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ‘ અમારા મેનિફેસ્ટોમાં 5 ન્યાયમાં 25 વાતો દેખાઇ છે તે વાત કરવાની જગ્યા પર બીજી બધી વાતો કરી રહ્યા છે . તેમણે કહ્યું આઝાદી પછી આ પહેલો એવો મેનિફેસ્ટો છે જે ખૂબ જ સરસ રીતે લોકો માટે બનાવવામાં આવ્યો છે… આ મેનીફેસ્ટૉ દરેક સમાજ માટે મદદ થાય તેવો બન્યો છે . તમે તમારા મેનિફેસ્ટો ની વાત કરો ને મુખ્ય સમસ્યા નથી જોતા ને બીજી બધી વાત કરે છે…અત્યારના મુખ્ય મુદ્દાઓમાં મોંઘવારી બેરોજગારી ગરીબી ભાઈચારા જેવા મુદ્દા છે તે વિશે તે કોઈ પણ પ્રકારની વાત કરતા નથી અને દેશ કંઈ દિશામાં જાય છે તેનો પણ તેમને કંઈ ખ્યાલ નથી ..આંબેડકરના સંવિધાન ની ધજજીયા ઉડે છે. હવે તો વિદેશોમાં પણ ભારતની ટીકા થવા લાગી છે .

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ગહેલોતે ઉમેર્યું કે, અમેરિકા અને જર્મની પણ એવું કહી રહ્યું છે કે ભારતમાં શું થઈ રહ્યું છે. દેશમાં લોકશાહી ખતરામાં જોવા મળી રહી છે ઈલેક્ટરાલ બોન્ડ દુનિયાનો સૌથી મોટો ગોટાળો છે. ખુદ નાણાં મંત્રી નિર્મલા સિતારમન ના પતિ કહી રહ્યા છે કે, ઈલેક્ટરાલ બોન્ડ દુનિયાનો સૌથી મોટો ગોટાળો છે.પણ વડાપ્રધાન મોદી એ સાંભળતા જ નથી. આ વચ્ચે પણ , ‘સોનુ ભેગુ કરી લેજો, મંગળસૂત્ર, ભેંસોની વાતો અને સંવિધાનની વાતો કરે છે’ પરંતુ મુખ્ય મુદ્દા વિશે વડાપ્રધાન કશું બોલતા નથી.

દેશના એક વડાપ્રધાન આવી વાતો ક્યારેય પણ ન કરે. આ ગાંધી નો દેશ છે અને આટલા વર્ષો થી અમે લોકશાહી ને જીવંત રાખી છે. 15 લાખની વાત એક જુમલો હતો તેવું તેમણે પોતે માન્યું છે ‘ ખેડૂતોની આવક બે-ગણી કરી દેશે , અચ્છે દિન આયેંગે’ આ બધી વાતો માત્ર વાતો જ રહી ગઈ છે.હાલમાં માત્ર ધર્મ ઉપર અને કોંગ્રેસ મુક્ત દેશ બનાવવા ઉપર જ ભાજપનું મુખ્ય ધ્યાન જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button