પોલીસ કૉન્સ્ટેબલે ચોરનો પીછો કર્યો તો ચોરની ગેંગે તેને ઈન્જેક્શન આપી બેભાન કર્યો ને…
મુંબઈઃ મુંબઈમાં Worli Local Arms division-3માં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક કન્સ્ટેબલે જીવ ગુમાવ્યો છે. આ કોન્સ્ટેબલ સાથે જે થયું તે કોઈપણ આમ આદમી સાથે પણ થઈ શકે છે ત્યારે ચોરોએ નવી રીત અપનાવી હોય તેમ જણાઈ રહ્યું છે. એક ખૂબ ગંભીર કહી શકાય તેવા કેસની વિગતો એવી છે કે 28મી એપ્રિલે કોન્સ્ટેબલ દીપક પવાર સિવિલ ડ્રેસમાં પોતાની ફરજ પર જ હતો અને લોકલ ટ્રેનમાં તહેનાત હતો. તે દરવાજા પાસે ઊભી ફોન પર વાત કરતો હતો ત્યારે રાત્રે 9.30 વાગ્યા આસપાસ સાયન માટુંગા વચ્ચે ટ્રેન ધીમી થઈ ત્યારે એક શખસે વિશાલના હાથમાં જોરથી ફટકો માર્યો હતો.
વિશાલનો ફોન પડી ગયો અને ચોર ઉઠાવીને ભાગવા લાગ્યો. ટ્રેન ધીમી હોવાથી વિશાલ પણ ટ્રેનમાંથી ઉતરી તેની પાછળ દોડ્યો. થોડે દૂર ગયો તો પાંચ-છ ચોર અને ડ્રગ એડિક્ટ્સે તેને ઘેરી લીધો અને માર્યો. આ સાથે તેમણે વિસાલને પકડી શરીરના પાછળના ભાગમાં તેને એક ઈન્જેક્શન માર્યું તેમ જ તેને ગુલાબી કલરનું કોઈ પ્રવાહી પીવડાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી.
એ વખતે વિશાલ ત્યાં જ બેભાન થઈ ગયો, તેને બીજા દિવસે સવારે એટલે કે લગભગ બારેક કલાક બાદ હોશ આવ્યો. તે જેમતેમ સ્ટેશન રૂમ પર આવ્યો. સોમવાર તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પણ તબિયતમાં સુધારો થયો નહીં અને અંતે આ યુવાન કોન્સ્ટેબલનું ગઈકાલે મૃત્યુ થયું હતું. દાદર રેલવે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.