ગ્રહ-નક્ષત્રની ચાલ અને વ્રત-તહેવારોથી મહત્વપૂર્ણ રહેશે મે મહિનો
મે મહિનો ગ્રહ નક્ષત્રની ચાલ અને વ્રત તહેવારોને લઈને મહત્વપૂર્ણ રહેવાનો છે. આ મહીને પરશુરામ જયંતી, સીતા જયંતી, વરુથીની એકાદશી, બુદ્ધ પૂર્ણિમા, નરસિંહ જયંતી, અખાત્રીજ (અક્ષય તૃતીયા) સહીત અનેક મહત્વના અને મોટા તહેવારો આવવાના છે.
વર્ષના પાંચમાં મહિના મેની શરૂઆત થઇ ચુકી છે. આ મહિનો ગ્રહ-નક્ષત્રની ચાલ અને વ્રત-તહેવારોને લઈને મહત્વપૂર્ણ રહેવાનો છે. આ મહીને પરશુરામ જયંતી, સીતા જયંતી, વરુથીની એકાદશી, બુદ્ધ પૂર્ણિમા, નરસિંહ જયંતી, અખાત્રીજ (અક્ષય તૃતીયા) સહીત અનેક મહત્વના અને મોટા તહેવારો આવવાના છે.મે મહિનો દેવગુરુ બૃહસ્પતિના રાશી પરિવર્તનની સાથે શરુ થઇ રહ્યો છે. સાથે જ 2જી મે ગુરુ પંચકની શરૂઆત થઇ રહ્યું છે, તેથી આગામી પાંચ દિવસ કોઈ માંગલિક કાર્ય નહિ આરંભી શકાય. આવો આ મહીને આવનારા વ્રત-તહેવારો અને ગ્રહો અને નક્ષત્રોની ચાલની જાણકારી મેળવીએ.
મે મહિનામાં આવનારા તહેવારોની યાદી :
01 મે 2024 -માસિક કાલાષ્ટમી વ્રત, માસિક કૃષ્ણ જન્માષ્ટમી
04 મે 2024 -વરુથિની એકાદશી વ્રત, વલ્લભાચાર્ય જયંતિ
06 મે 2024 – માસિક શિવરાત્રિ વ્રત
04 મે 2024 – અમાસ 2024 વ્રત
10 મે 2024 –પરશુરામ જયંતિ, અક્ષય તૃતીયા, રોહિણી વ્રત
11 મે 2024 –વિનાયક ચતુર્થી વ્રત
12 મે 2024 –શંકરાચાર્ય જયંતિ, સુરદાસ જયંતિ, રામાનુજ જયંતિ, મધર્સ ડે
14 મે 2024 – ગંગા સપ્તમી વ્રત, વૃષભ સંક્રાંતિ
15 મે 2024 – માસિક દુર્ગાષ્ટમી વ્રત, બગલામુખી જયંતિ
16 મે 2024 – સીતા નવમી
19 મે 2024- મોહિની એકાદશી, 2024
21 મે 2024 – નરસિંહ જયંતિ
23 મે 2024 – બુદ્ધ પૂર્ણિમા, વૈશાખ પૂર્ણિમા વ્રત
24 મે 2024 – નારદ જયંતિ, જ્યેષ્ઠ માસ શરૂ થાય છે.
26 મે 2024 – એકદંત ચતુર્થી
30 મે 2024 – માસિક કાલાષ્ટમી વ્રત, માસિક કૃષ્ણ જન્માષ્ટમી
મે માસમાં રાશી પરિવર્તન :
બુધવારે 01 મે 2024 બૃહસ્પતિનું વૃષભ રાશિમાં પરિવર્તન
શુક્રવારે 03 મે 2024 બૃહસ્પતિનું વૃષભ રાશિમાં અસ્ત
શુક્રવાર 10 મે 2024 બુધનું મેષ રાશિમાં પરિવર્તન
મંગળવાર 14 મે 2024 સૂર્યનું વૃષભ રાશિમાં પરિવર્તન