મોટો ખુલાસો : સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટર માઈન્ડ ગોલ્ડી બ્રાર જીવિત છે
કેલિફોર્નિયા : યુએસ પોલીસે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારના સમાચારને ખોટા ગણાવ્યા છે. આ પહેલા અમેરિકન ન્યૂઝ ચેનલોને ટાંકીને એક ભારતીય ન્યૂઝ વેબસાઈટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બ્રાર પર મંગળવારે સાંજે કેલિફોર્નિયા યુએસએના ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુમાં હુમલો કરવામાં આવ્યો હતો.
જો કે, કેલિફોર્નિયાના ફ્રેસ્નો પોલીસ વિભાગે બુધવારે આ અહેવાલોને નકારી કાઢ્યા છે. તમને જણાવી દઈએ કે ગોલ્ડી બ્રારને ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે અને તે છેલ્લા ઘણા સમયથી વિદેશમાં છુપાયેલો છે.
ગોલ્ડી બ્રારની હત્યા અંગે લેફ્ટનન્ટ વિલિયમ જે એક પ્રશ્નના જવાબમાં ડૂલેએ એક ઈમેલ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ‘જો તમે ઓનલાઈન ચેટને કારણે દાવો કરી રહ્યાં છો કે શૂટિંગનો ભોગ બનેલ ‘ગોલ્ડી બ્રાર’ છે, તો અમે પુષ્ટિ કરી શકીએ છીએ આ તદન ખોટી વાત છે.
તેમણે કહ્યું, ‘સોશિયલ મીડિયા અને ઓનલાઈન ન્યૂઝ એજન્સીઓ પર ફેલાઈ રહેલી ખોટી માહિતીને કારણે બુધવાર સવારથી જ અમને દુનિયાભરમાંથી પૂછપરછના કોલ આવી રહ્યા છે. અમને ખબર નથી કે આ અફવા કોણે ફેલાવી પણ આ બાબત સાચી નથી’.
જયારે પોલીસે હુમલાનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી, પોલીસે હજુ સુધી હુમલો કરનારા બે માણસોની ઓળખ કરી શકી નથી, જેમાંથી એકનું પછીથી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બીજા વ્યક્તિને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
પોલીસે અગાઉ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે ઘર્ષણ બાદ ઉત્તર-પશ્ચિમ ફ્રેસ્નોના ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુ પર બંને પર હુમલો કરવામાં આવ્યો હતો. બેમાંથી એક લગભગ 30 વર્ષનો હોવાનું માનવામાં આવે છે. તેને શરીરના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં બાદમાં તેનું મોત નીપજ્યું હતું. બીજા વ્યક્તિને શરીરના નીચેના ભાગે ઈજાઓ થઈ હતી અને તેને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.