આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૨-૫-૨૦૨૪ પંચક પ્રારંભ
ભારતીય દિનાંક ૧૨, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૯
પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૪મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર ધનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૮ સુધી, પછી શતભિષા.
ચંદ્ર મકરમાં બપોરે ક. ૧૪-૩૨ સુધી, પછી કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૬, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : રાત્રેે ક. ૧૯-૦૮,
ઓટ: સવારે ક. ૧૧-૫૯, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૪૫ (તા. ૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – નવમી, પંચક પ્રારંભ બપોરે ક. ૧૪-૩૨. પ્લુટો વક્રી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: હરી પૂજા,ચંદ્ર-ગુરુ પૂજા,શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા શ્રી સત્યનારાયણદેવતાનું પૂજન, તુલસી પૂજા, શ્રી સુક્ત.શ્રી ગણેશ અથર્વશિર્ષમ્ અભિષેક, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્રોત્ર પાઠ વાંચન, સર્વશાંતિ પૂજા, શાંતિ પૌષ્ટિક પૂજા, માલ લેવો, શ્રી સ્વામિનારાયણ, શ્રી રામ મંદિર, શ્રી સત્યનારાયણ મંદિરમાં પાટ અભિષેક પૂજા, ધજા કળશ પતાકા ચઢાવવી. વૃક્ષ વાવવા, બગીચો બનાવવો, શાંતિપૌષ્ટિક, સર્વશાંતિ પૂજા.
આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ નિર્ણયોમાં અસ્થિરતાં, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ સટ્ટો કરવાની આદત.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ.
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મીન, માર્ગી બુધ-મીન, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.