લાડકી

એએમયુના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર નઈમા ખાતૂન

એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નઈમા ખાતૂનના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે તેમનું નામ સૌથી આગળ હતું. કાઉન્સિલે પાંચ નામો રજૂ કર્યા હતા, જેમાં કાયદા નિષ્ણાત ફૈઝાન મુસ્તફાનું નામ પણ સામેલ હતું. જો કે તેને માત્ર સંયોગ ન કહી શકાય કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢમાં એક ચૂંટણીસભા રેલીને સંબોધિત કરવાના હતા તે જ દિવસે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે નઈમા ખાતૂનનો નિમણૂક પત્ર જારી કર્યો હતો.

વિશેષ -શાહિએ એ ચૌધરી

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) ના વાઇસ ચાન્સેલર તરીકે નઈમા ખાતૂનની નિમણૂક કરી છે. આ નિમણૂક અણધારી અને ઐતિહાસિક છે. એએમયુના સો કરતાં વધુ વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે એક મહિલાને આ કેન્દ્રીય યુનિવર્સિટીના કુલપતિ બનાવવામાં આવ્યા હોય. આ એક આવકારદાયક પગલું છે.

આ નિમણૂક પહેલા નઈમા ખાતૂન એએમયુ મહિલા કોલેજના પ્રિન્સિપાલ હતા. તે એક લેવલ હેડેડ ટીમ પ્લેયર છે, એટલે કે તે દરેકને સાથે લઇને ચાલે છે અને તેના સાથીદારો વચ્ચે જવાબદારીઓ વહેંચીને કામ કરવાનું પસંદ કરે છે. તેમના સાથીદારો તેમને એક પ્રગતિશીલ વ્યક્તિ તરીકે જુએ છે જે યુનિવર્સિટીના બિનસાંપ્રદાયિક ઢાંચાને જાળવી રાખશે અને કેમ્પસમાં પડકારોની સરળ અને વ્યવહારુ ઉકેલો શોધશે.

જેઓ લાંબી પસંદગી પ્રક્રિયાને નજીકથી જોતા હોય તેમના માટે, નઈમા ખાતુનની નિમણૂક આશ્ચર્યજનક નથી. એએમયુની વિદ્યાર્થીની અને વરિષ્ઠ સ્ટાફ મેમ્બર નાઈમા અખ્તરને જ્યારથી જામિયા મિલિયા ઈસ્લામિયાના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, ત્યારથી એએમયુમાં પણ એક મહિલાને વાઇસ ચાન્સેલર બનાવવામાં આવે તેવી માગ વધી રહી હતી. એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નઈમા ખાતૂનના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે તેમનું નામ સૌથી આગળ હતું. કાઉન્સિલે પાંચ નામો રજૂ કર્યા હતા, જેમાં કાયદા નિષ્ણાત ફૈઝાન મુસ્તફાનું નામ પણ સામેલ હતું.
જો કે તેને માત્ર સંયોગ ન કહી શકાય કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢમાં એક ચૂંટણીસભા રેલીને સંબોધિત કરવાના હતા તે જ દિવસે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે નઈમા ખાતૂનનો નિમણૂક પત્ર જારી કર્યો હતો. તેથી આ નિમણૂકને ભાજપ સરકાર મુસ્લિમ મહિલાઓમાં પ્રવેશ મેળવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે.

ઉલ્લેનીય છે કે એક વર્ષના વિસ્તરણ પછી વાઇસ ચાન્સેલર તારિક મન્સૂર ‘૨ એપ્રિલ, ૨૦૨૩’ ના રોજ નિવૃત્ત થયા, બીજા દિવસે તેઓ ભાજપના સભ્ય બન્યા અને પછી તેમને ઉત્તર પ્રદેશની વિધાન પરિષદના નામાંકિત સભ્ય બનાવવામાં આવ્યા. તારિક મન્સૂર પછી પ્રોફેસર મુહમ્મદ ગુલરેઝ વાઇસ ચાન્સેલરની ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમણે જ નઈમા ખાતૂનને ચાર્જ સોંપ્યો છે.
મુહમ્મદ ગુલરેઝ નઈમા ખાતૂનના પતિ છે. રસપ્રદ વાત એ છે કે, ૧૯૨૦માં એએમયુના સ્થાપક વાઇસ ચાન્સેલર સુલતાન જહાં હતા, જે ભોપાલની બેગમ હતી. ત્યારથી ઓછામાં ઓછા ત્રણ એએમયુના વિદ્યાર્થીઓ દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના વાઇસ-ચાન્સેલર બન્યા છે, જેમાં નીલિમા ગુપ્તા, જે હાલમાં સાગર યુનિવર્સિટી, મધ્યપ્રદેશના વાઇસ ચાન્સેલર છે, જોકે એએમયુ કોર્ટેને એક મહિલાના નામની દરખાસ્ત કરવામાં સો વર્ષથી વધુ સમય લાગ્યો.

નિષ્ણાતો કહે છે કે કેટલીક પરંપરાઓ અને એએમયુની રહેણાંક પ્રકૃતિએ મહિલાને ટોચનું પદ હાંસલ કરવાથી રોકી હશે. એ
વાત જાણીતી છે કે મહિલાને વાઈસ ચાન્સેલર બનાવવાનો વિચાર નવો છે, કારણ કે શિક્ષણ ક્ષેત્ર પણ પિતૃસત્તાક વ્યવસ્થાથી મુક્ત નથી.

નઈમા ખાતુન ઓડિશાની રહેવાસી છે. હાઈસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી તે ૧૯૭૭માં અલીગઢ આવ્યા હતા અને હોસ્ટેલમાં શિફ્ટ થતાં પહેલાં એએમયુના નિવૃત્ત પ્રોફેસર કફીલ અહેમદ કાસમીના પરિવાર સાથે થોડા દિવસો રહ્યા હતા. તે દિવસોમાં ઓડિશાની છોકરી માટે મુસાફરી કરવી અને શિક્ષણ માટે અલીગઢ શિફ્ટ થવું દુર્લભ હતું. જો કે નઈમા ખાતૂને એએનયુમાંથી મનોવિજ્ઞાનમાં પીએચડી કર્યું હતું અને ૧૯૮૮માં તે જ વિભાગમાં લેક્ચરર તરીકે નિયુક્ત થયા હતા. તે ૨૦૦૬માં પ્રોફેસર બની હતી.

તેમણે તેના વિભાગમાં પ્રમોશન મેળવવાનું ચાલુ રાખ્યું અને પછી ૨૦૧૪ માં તેમની મહિલા કોલેજના પ્રિન્સિપાલ તરીકે નિમણૂક કરવામાં આવી. તેમના સાથીદારો કહે છે કે તે એક ટીમ વ્યક્તિ છે જે મનોવિજ્ઞાનમાં તેમની તાલીમનો સંપૂર્ણ ઉપયોગ કરે છે. તે માનવીય વિચારસરણીને સારી રીતે સમજે છે અને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડ્યા વિના વહીવટી સમસ્યાઓ ઉકેલવાની કળા જાણે છે. નેતૃત્વના ગુણો તેમનામાં જન્મજાત છે. તેઓ કોલેજના દિવસો દરમિયાન વિદ્યાર્થી સંઘના નેતા હતા અને વિવિધ વહીવટી હોદ્દાઓ સફળતાપૂર્વક સંભાળ્યા છે.

દરમિયાન વિવિધ હોદ્દેદારો ઈચ્છે છે કે નવા વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીમાં મનસ્વિતાની સંસ્કૃતિનો અંત લાવે અને રહેણાંક છાત્રાલયોમાં પ્રવેશેલા અજાણ્યા તત્વોને હાંકી કાઢે. નઈમા ખાતૂનની બીજી એક આશા છે કે તે વિદ્યાર્થી સંઘ જેવી લોકશાહી સંસ્થાઓને પાટા પર લાવશે.

નઈમા ખાતૂનને પણ કાનૂની પડકારનો સામનો કરવો પડે છે. કારણ કે તેમની નિમણૂકને અલ્હાબાદ હાઇકોર્ટમાં એ આધાર
પર પડકારવામાં આવી છે કે તેમનું નામ તેના પતિ મુહમ્મદ
ગુલરેઝના નેતૃત્વ હેઠળની સમિતિ દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું. ગુલરેઝ કહે છે કે યુનિવર્સિટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું અને તેમને અને નઈમા ખાતૂનને સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોવું જોઈએ.

અલીગઢ મુસ્લિમ ટીચર્સ એસોસિએશન (એએમયુટીએ), જેણે અગાઉ પસંદગી પ્રક્રિયા પર પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા, હવે નઈમા ખાતૂનની નિમણૂકનું સ્વાગત કર્યું છે. એસોસિએશને પત્ર દ્વારા આશા વ્યક્ત કરી છે કે તેઓ ન્યાયી-પારદર્શક કામગીરી કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત