PM મોદીએ હિંમતનગરમાં સભા ગજવી, ‘આજનું ભારત આતંકના આકાઓને ડોઝિયર નહીં પરંતુ ડોઝ આપે છે’
લોકસભાની ચૂંટણીના પગલે પીએમ નરેન્દ્ર મોદી દેશભરમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આગામી 7મેના રોજ ત્રીજા તબક્કા માટે ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન યોજાવાનું છે. PM મોદીએ આજે ડીસા અને હિંમતનગરમાં બે સભા ગજવી ઉત્તર ગુજરાતની 4 અને વિજાપુર વિધાનસભાને કવર કરી હતી. વડાપ્રધાને ડીસામાં જાહેર સભા સંબોધ્યા બાદ હિંમતનગરમાં સભા હિંમતનગરમાં સભા ગજવી હતી.
સાબરકાંઠાના હિંમતનગરમાં PM મોદીની વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. PMએ કેમ છો કહીને સભામાં સંબોધનની શરુઆત કરી હતી. તેમણે કહ્યું કે, સાબરકાંઠા સાથે દશકાઓથી મારો સંબંધ છે, સાબરકાંઠા સાથેનો પ્રેમ અતૂટ છે, અન્ય દેશોના લોકો માટે હું એક દેશનો વડાપ્રધાન છું પરંતુ દેશ માટે માત્ર સેવક છું. દેશવાસીઓ માટે સેવાનું વ્રત લઈને નીકળેલું છું, સરકારી કામ હોય તો આપવા આવતો હોવું છું.
મોદીઓ લોકોને કહ્યું કે મારે આજે તમારા આશીર્વાદ જોઈએ છે. 140 કરોડ દેશવાસીઓના સપના સાકાર કરવા આશીર્વાદ આપો. મને મજબૂત સમર્થન જોઈએ છે. સંસદમાં ગુજરાતના તમામ સાથીઓની જરુર છે. દેશ ચલાવવા માટે સાબરકાંઠા, મહેસાણા જોઈએ. ખાતરી છે 7 તારીખે અભૂતપૂર્વ મતદાન કરશો. પ્રત્યેક પોલિંગ બુથમાં મતદાન કરી ભાજપને વિજય બનાવશો.
તેમણે વધુમાં તમે મને દિલ્હી પડકારને પડકાર આપવા માટે મોકલ્યો હતો. કોંગ્રેસના લોકો ડરાવતા હતા કે દેશને આગ લાગી જશે. રામ મંદિર બન્યું કે નહીં? તે કહેતા હતા કે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટશે તો દેશ તૂટી જશે. ત્યાં સુધી કહેતા કે જમ્મુ કાશ્મીરમાં તિરંગો ઉપાડવાવાળો નહીં મળે. તેમને ખબર નથી કે મોદી છે. આર્ટિકલ 370 હટ્યું કે નહીં? આજે લાલચોકમાં આન બાન શાન સાથે તિરંગો લહેરાવી રહ્યો છે કે નહીં?
10 વર્ષ પહેલા સુધી દેશ આતંકવાદની આગમાં સળગતો હતો ખબર હતી કે પડોશી દેશ આપણે ત્યાં આતંકવાદ ફેલાવે છે, આપણા જવાનો શહીદ થતા હતા પરંતુ તે વખતની નબળી સરકાર માત્ર ડોઝિયર મોકલીને સંતોષ માનતી હતી, પરંતુ આજનું ભારત આતંકના આકાઓને ડોઝિયર નહીં પરંતુ ડોઝ આપે છે અને ઘરમાં ઘુસીને મારે છે.
તેમણે કહ્યું કે, વોટ બેંકની રાજનીતિની શિકાર મુસ્લિમ બહેનો બની. સુપ્રીમ કોર્ટે નિર્ણય આપી દીધો હતો પણ તેમણે કાયદો બનાવી દીધો અને મુસ્લિમ બહેનોને સંરક્ષણ ન આપ્યું. ત્રિપલ તલાક ખતમ થવાથી માત્ર મુસ્લિમ બહેનોને સુરક્ષા મળી નથી, આખા પરિવારને સુરક્ષા મળી છે.
ઉલ્લેખનીય છે પીએમ મોદી આવતીકાલે એક દિવસમાં ચાર સભાઓને ગજવશે. બે દિવસના પ્રવાસમાં PM મોદી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, સાંબરકાઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે.