મનોરંજનસ્પોર્ટસ

અનુષ્કા શર્મા નાનપણમાં ફિલ્મો નહોતી જોતી, તેને પત્રકાર બનવું હતું

બર્થ-ડે ગર્લને પતિ વિરાટની રૉમેન્ટિક અંદાઝમાં શુભેચ્છા

બેન્ગલૂરુ: અભિનેત્રી અનુષ્કા શર્મા બુધવારે 36 વર્ષની થઈ અને જન્મદિનના આ સ્પેશિયલ ડેએ ક્રિકેટર-પતિ વિરાટ કોહલીએ તેને રૉમેન્ટિક અંદાઝમાં વિશીશ આપ્યા હતા.

વિરાટે ઇન્સ્ટાગ્રામ પર અનુષ્કા સાથેના ક્યૂટ અને રૉમેન્ટિક ફોટો શૅર કર્યા છે. કેટલાક અનુષ્કાની સિંગલ તસવીરો પણ તેણે પોસ્ટ કરી છે. કેટલાક ફોટો અગાઉ તેમના ચાહકોએ જોયેલા છે અને કેટલીક તસવીરો ફૅન્સ માટે નવી જ છે.

વિરાટે પત્નીને શુભેચ્છા સંદેશમાં લખ્યું છે, ‘હું જો તને ન મેળવી શક્યો હોત તો કોણ જાણે મારું શું થયું હોત અને કોણ જાણે મારા જીવનમાં શું વળાંકો આવ્યા હોત. હૅપી બર્થ-ડે માય લવ. તું અમારી દુનિયાની રોશની છે. વી લવ યુ સો મચ.’

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

2017માં વિરાટ-અનુષ્કાએ ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. એ સેરેમની વખતે બન્નેના પરિવારજનો અને નજીકના મિત્રો હાજર હતા.
2021માં અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્યો હતો જેનું નામ વામિકા છે. ફેબ્રુઆરી, 2024માં અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ અકાય પાળવામાં આવ્યું છે.

અનુષ્કા થોડા વર્ષોથી ઍક્ટિંગથી દૂર છે એમ છતાં તેનું ફૅન ફૉલોઇંગ બહુ મોટું છે.
અનુષ્કાનો જન્મ 1988ની પહેલી મેએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. તેના પિતા કર્નલ અજયકુમાર શર્મા આર્મી ઑફિસર હતા. અનુષ્કાના મમ્મી આશિમા શર્મા હોમમેકર છે. અનુષ્કાનો મોટો ભાઈ કર્ણેશ શર્મા મર્ચન્ટ નૅવીમાં હતો, પણ હવે ફિલ્મ પ્રૉડ્યૂસર છે. અનુષ્કા મુંબઈ અને બેન્ગલૂરુમાં ભણી હતી. મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી એક સમયે અનુષ્કાની ક્લાસમેટ હતી.

અનુષ્કાએ 12 વર્ષ પહેલાં એક જાણીતા અંગ્રેજી અખબારને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘નાનપણમાં હું ફિલ્મો જોતી જ નહોતી. મારે ઍક્ટર પણ નહોતું બનવું. હું મૉડલિંગ અથવા જર્નલિઝમમાં કરીઅર બનાવવા માગતી હતી. મારે પત્રકાર બનવું હતું.’
અનુષ્કાએ મૉડલિંગમાં ઝુકાવ્યા બાદ ફિલ્મ લાઇનમાં પણ આવી હતી અને અભિનયમાં પોતાની કાબેલિયત પારખીને અભિનેત્રી બની હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button