કોંગ્રેસના વેક્સીન મુદ્દે સરકાર પર આરોપ;ભાજપે કહ્યું; ‘ભ્રમ કોંગ્રેસની દેન’

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં મતદાન માટે માત્ર અઠવાડિયું જ બાકી છે ત્યાં જ કોંગ્રેસે દેશમાં વેક્સીન મુદ્દે ચાલી રહેલા અહેવાલોમાં આક્રમકતાથી ઝૂકાવ્તા સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકારને ઘેરી હતી. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલના આરોપનું ખંડન કરવા ભારતીય જતા પાર્ટીએ તાત્કાલિક અસરથી પાર્ટીના ડોક્ટર્સ સેલની પત્રકાર પરિષદ યોજી,કહી દીધું .’
કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે ,ખાસ કરીને કોંગ્રેસ કહે છે કે, વેક્સીન લેવાથી લોહીના ગઠ્ઠા જામી જાય છે. કેટલાક સંજોગોમાં આવું થવાની શક્યતા, સાવ નજીવી હોય છે.ભાજપના ડોકર્સ સેલના કન્વીનર ડો .ધર્મેન્દ્ર ગજ્જર, ડો.નિશ્ચલ ભટ્ટ, ડો.મુકેશ સાવલિયા સહિતની તબીબ ટીમ ઉપસ્થિત હતી.
આપણ વાંચો: …તેમના પ્રત્યે અમને સહાનુભૂતિ છે’, વેક્સીનની આડ અસર અંગે AstraZenecaનું નિવેદન
ડોકટર્સ સેલે સાડા ત્રણ વર્ષ પહેલા ઘટેલી વિશ્વની સૌથી મોટી મહામારી કોરોનામાં ભારત સરકારે શું અને કેવું કામ કર્યું, શી સિદ્ધિઓ રહી સાથે કોવિડ કાળની શરૂઆતથી કોરોનાના વધેલા વ્યાપ દરમિયાન કેવી કામગીરી રહી તે તમામ પાસા વર્ણવ્યા હતા.
16- જાન્યુઆરી-2020માં કેરલમાં પહેલો કેસ આવ્યો ત્યારથી કેન્દ્ર સરકારે જે સાવચેતીના પગલાં ઉઠાવ્યા તેથી દેશની જનતાને થયેલા લાભ અને કો-મોર્બીડ દર્દીઓને તુરંત વેક્સીનેશન કરાવવા સુધીના તમામ પગલાઓને સરકારે તકેદારી પૂર્વક ઉઠાવતા આ મહામારી સામે યુદ્ધના ધોરણે પગલાં ભર્યા હતા.
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર સામે આરોપ લગાવી ગુજરાતમાં નાની વયે યુવાઓમાં આવેલા હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક જેવા બનાવો જોવા મળ્યા છે.આ જ મુદ્દે તેમણે દેશના પીએમ પાસે આ મુદ્દે જવાબ માંગ્યો હતો