ઇન્ટરનેશનલનેશનલ

મૂસેવાલા મર્ડર કેસના માસ્ટરમાઇન્ડ આતંકવાદી ગોલ્ડી બ્રારની અમેરિકામાં ગોળી મારીને થઇ હત્યા!

અમેરિકામાં કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા ગોલ્ડી બ્રારની હત્યાની માહિતી પ્રાપ્ત થઈ છે. કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સમાચારની સત્તાવાર પુષ્ટિ હજી થઇ નથી. ગોલ્ડી બ્રાર, જે સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસનો માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાય છે, તેની હરીફ ગેંગ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમેરિકામાં ગોલ્ડીની હત્યાની જવાબદારી ડલ્લા-લખબીરે લીધી છે.

એક અમેરિકન ન્યૂઝ ચેનલે દાવો કર્યો હતો કે ગોલ્ડી બ્રારને મંગળવારે સાંજે 5:25 વાગ્યે અમેરિકાના ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુમાં ગોળી મારી દેવામાં આવી હતી.

ગોલ્ડી બ્રાર તેના એક મિત્ર સાથે ઘરની બહાર ગલીમાં ઉભો હતો, એવા સમયે કેટલાક બદમાશો આવ્યા અને તેને ગોળી મારીને ભફરાર થઇ ગયા હતા. લાંબા સમયથી એવું માનવામાં આવતું હતું કે ગેંગસ્ટર ગોલ્ડી બાર કેનેડામાં છે. તે કેનેડાના 25 મોસ્ટ વોન્ટેડમાં પણ સામેલ હતો. ગોલ્ડી બ્રારના પિતરાઈ ભાઈ ગુરલાલ સિંહ
લોરેન્સના નજીકના હતા. તેની પણ હત્યા થઇ હતી.

આ પણ વાંચો:
Lawrence Bishnoi: કચ્છમાં લોરેન્સ બિશ્નોઈનું સ્લીપર સેલ કાર્યરત છે? જાણો શું કહ્યું ગુજરાત પોલીસે

ગોલ્ડી બ્રાર સ્ટડી વિઝા પર કેનેડા ભણવા ગયો હતો. પરંતુ ગુરલાલની હત્યા બાદ તે અપરાધની દુનિયામાં ડૂબી ગયો. કેનેડાથી જ ગોલ્ડીએ હત્યાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું અને તેના સાગરિતો દ્વારા ઘણી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો. આમાંની એક ઘટના ગુરલાલ સિંહની હત્યા હતી. 18 ફેબ્રુઆરી 2021ના રોજ પંજાબના ફરીદકોટમાં જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ ગુરલાલ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોલ્ડી બ્રારે પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા યુથ કોંગ્રેસના નેતાની હત્યા કરી હતી.

ગોલ્ડીને મુસેવાલા મર્ડરનો મુખ્ય શકમંદ માનવામાં આવતો હતો. તેણે બાદમાં જોકે, અંગત રીતે મુસેવાલાની હત્યાની કબુલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે 2022માં પંજાબમાં એક વિદ્યાર્થી નેતાની હ્યાનો બદલો લેવા મુસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. મુસેવાલાની હત્યા બાદ ગોલ્ડીને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તે બાબર ખાલસા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો. તે અનેક હત્યાઓ, ગેરકાયદેસર હથિયારોની દાણચોરી અને ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button