આપણું ગુજરાત

સુરેન્દ્રનગરના ભાડુકા ગામના લોકોનો હુંકાર, ‘નર્મદાનું પાણી લાવશે તે જ પક્ષને મત આપશે’

ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકોની મુશ્કેલી વધી છે, બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળે છે. જો કે ઉનાળાના પ્રારંભ સાથે જ પાણીની અછતની સમસ્યા સર્જાઈ છે. ગુજરાતના સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના મૂળી તાલુકાના ભાડુકા ગામના લોકો ચિંતિત છે. આ ગામ મુખ્ય માર્ગથી લગભગ દોઢ કિલોમીટર દૂર છે. ગામમાં જવા માટે પાકો રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ ગામલોકો પાણીની તંગીથી ચિંતિંત છે.

આ ગામમાં માત્ર એટલું જ પાણી ઉપલબ્ધ છે કે જેથી મનુષ્ય અને પ્રાણીઓ બંને જીવિત રહી શકે. જ્યાં સુધી ખેતરોની વાત છે, તે ખાલી પડ્યા છે. ગામલોકો તેમના હિસ્સાનું પાણી તળાવમાં ઠાલવે છે, જેથી તેઓના પશુઓના જીવને કાળઝાળ ગરમી અને ઝડપથી આગળ વધતા ‘લૂ’ એટલે કે ગરમીના પ્રકોપથી બચાવી શકાય. હવે ગ્રામજનોનું કહેવું છે કે જે પક્ષ તેમના માટે નર્મદાનું પાણી લાવશે તેને જ તેઓ મત આપશે. દરેક નેતા વચનો આપે છે, પરંતુ કોઈ તેને પૂરું કરતું નથી.

આપણ વાંચો: ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી મામલે ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત

ગામલોકોએ કહ્યું અમારા ગામમાં નર્મદાનું પાણી આવતું નથી. આજુબાજુના તમામ ગામોને નર્મદાથી જોડી દેવામાં આવ્યા છે, આ ગામમાં પાણીની મોટી સમસ્યા છે. સિંચાઈનું પાણી પણ મળતું નથી. ગામનું તળાવ ત્રણ-ચાર વર્ષથી ખાલી પડ્યું છે. ગામમાં શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી. લોકોને ખારૂ પાણી પીવું પડે છે. આ પાણી પણ દર બીજા દિવસે તળાવમાં છોડવામાં આવે છે.

ચાર હજારથી વધુ વસ્તી ધરાવતા આ ભાડુકા ગામના તળાવનું કદ એટલું મોટું હતું કે તે દસથી પંદર ગામોને પાણી પુરૂ પાડી શકે. રસ્તા પરથી તળાવની ઊંડાઈ જોઈએ તો તે પણ વીસ ફૂટથી વધુ હશે. ગામના લોકોને પાણી પૂરું પાડતા તળાવમાં પંપથી પાણી છોડવામાં આવી રહ્યું હતું. આમ છતાં 98 ટકા તળાવ ખાલી હતું. માત્ર એક ખાડામાં પાણી એકઠું થઈ રહ્યું હતું. લૂના કારણે પાલતુ પશુઓ આરોટતા જોવા મળ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ