૨૪ કલાકમાં જ થશે અમેઠી અને રાયબરેલીથી ઉમેદવારોની જાહેરાત : કોંગ્રેસ
નવી દિલ્હી : વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી ઉતર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠક પર ઉમેદવારોની જાહેરાતનું કોકડું ગૂંચવાયું છે. હવે કોંગ્રેસ પાર્ટી પણ આ બંને બેઠકો પર ઉમેદવારના નામના લઈને રહેલું સસ્પેન્શન દુર કરવાની તૈયારીમાં છે. કોંગ્રેસ પાર્ટીના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ અધિકાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આપ્યો છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે અમેઠી અને રાયબરેલી બંને બેઠકો પર ૨૪ કલાકમાં સસ્પેન્શન ખતમ થઇ જશે. સાથે જ તેમણે કહ્યું હતું કે કોઈ ડરી પણ નથી રહ્યું કે ના કોઈ ભાગી રહ્યું છે. મંગળવારે જ કોંગ્રેસે ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી હતી પરંતુ તેમણે અમેઠી અને રાયબરેલી બંને બેઠકો પર સસ્પેન્શન યથાવત રાખ્યું હતું.
કોંગ્રેસનાં દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ૨૦૧૯મા અમેઠી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ચુક્યા હતા. તો આ વખતે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પર ઉમેદવારી નોંધાવીને જ આ વાતનો છેડો ફાડી નાખ્યો હતો. અને એક સવાલ એ પણ છે કે રાહુલ ગાંધી બંને બેઠકો પરથી ચૂંટણી જીતે છે તો તેને કોઈ એ બેઠક છોડવી પડશે. એક બેઠકે તેમને ૨૦૦૪માં લોકસભામાં એન્ટ્રી આપી હતી અને બીજીએ ૨૦૧૯માં તેઓને સાંસદ બનાવ્યા હતા.
જો આ બેઠક પર પ્રિયંકા વાડ્રા ઉમેદવારી નોંધાવે છે તો કોંગ્રેસની રાજનીતિમાં પ્રવેશ કરનાર ગાંધી પરિવારની આઠમી વ્યક્તિ હશે. જો અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાનીની સામે પ્રિયંકાને મેદાનમાં ઉતારવામાં આવે ટતો કોંગ્રેસનો આ એક મહત્વપૂર્ણ રાજનૈતિક નિર્ણય બની શકે તેમ છે. આમપણ પ્રિયંકા ગાંધીએ બંને બેઠકો પર ચૂંટણી પ્રચાર કર્યો છે આથી કોઈ પણ એક બેઠક પર તેમણે ચૂંટણી લડવામાં પ્રચાર સબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો નહિ પડે.