યુપીમાં વંદેભારત ટ્રેન પર ફરી પથ્થરમારો

આજે એન્જિનિયર્સ ડે છે. ભારતીય એન્જિનિયરિંગનું તાજુ ઉદાહરણ વંદેભારત ટ્રેન છે. આ સુવિધાથી દેશના અગાઉ ન જોડાયેલા માર્ગો પણ જોડાઈ રહ્યા છે ત્યાર અમુક ટીખ્ખળબાજો અને અસામાજિક તત્વોને વિકાસ માફક નથી આવતો. આવા જ તત્વોએ ફરી વંદે ભારત ટ્રેનને નિશાન બનાવી છે.
ઉત્તરપ્રદેશમાં ગોરખપુરથી લખનઉ જતી વંદે ભારત એક્સપ્રેસ પર ફરી એકવાર પથ્થરમારો થયાની ઘટનાના અહેવાલ બહાર આવી રહ્યા છે. માહિતી અનુસાર મલ્હાર સ્ટેશન પરથી પસાર થતી વખતે જ વંદે ભારત ટ્રેનના ચેર કાર ક્લાસ કમ્પાર્ટમેન્ટ પર અરાજકતા ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે તોફાની તત્વએ પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો હતો.
માહિતી અનુસાર કોઈ બદમાશે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે એવો જોરથી પથ્થરમાર્યો કે બારીનો કાંચ જ તોડી નાખ્યો હતો. જેના લીધે યાત્રીઓ ભયભીત થઈ ગયા હતા. ટ્રેનમાં નાસભાગ થઈ ગઈ હતી. આ મામલે રેલવે પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી છે. આરપીએફ તરફથી ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવાઈ છે.
જોકે આ પહેલીવાર નથી કે વંદેભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટનાને અંજામ અપાયો હોય. અગાઉ પણ અયોધ્યાની નજીકમાં જ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારની ઘટના બની હતી. તે સમયે પણ ટ્રેનને નુકસાન થયું હતું. એક બાજુ લોકો વિકાસ નથી, સુવિધાઓ નથી જેવી ફરિયાદો કરતા હોય છે ત્યારે જ્યારે સુવિધાઓ મળે છે ત્યારે તેની જાળવણી કરવાની સમજ આપણામાં કેમ કેળવાતી નથી તે એક સવાલ છે