શું મુસ્લિમોને જ વધુ બચ્ચા હોય છે ? મારે પોતાને પાંચ છે : મલ્લિકાર્જુન ખડગે
નવી દિલ્હી : દેશમાં લોકાસભાની ચૂંટણીનું માહોલ અત્યારે સર્વોચ્ય સ્થાને છે, રાજકીય પક્ષો એકબ્જા પર આરોપ પ્રત્યારોપ કરીને મતદારોને મોહી લેવાનાં એકેય મોકો છોડતા નથી . ત્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જાણ્યા પછી નિરાશ છે કે INDI ગઠબંધન લોકસભા ચૂંટણીમાં બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. એક ચૂંટણી રેલીમાં બોલતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ કારણે જ વડાપ્રધાન હવે મંગળસૂત્ર અને મુસ્લિમોની વાતો કરી રહ્યા છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ગઠબંધન બહુમત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે પીએમ મોદી હવે ‘મંગલસૂત્ર’ અને મુસ્લિમોની વાત કરે છે. તે કહે છે કે કોંગ્રેસ તમારી મિલકત ચોરી લેશે અને જેમના વધુ બાળકો છે તેમને આપી દેશે. ગરીબ લોકોને હંમેશા વધુ બાળકો હોય છે. ‘શું માત્ર મુસ્લિમોને જ વધુ બાળકો છે? મારા પણ 5 બાળકો છે.
તેમણે કહ્યું હતુ કે શા માટે પીએમ મોદી માત્ર મુસ્લિમોની જ વાત કરે છે? મુસ્લિમો પણ આ દેશના જ નાગરિક છે. તેમને પણ દેશની દરેક યોજનાનો લાભ મળવો જોઈએ. પીએમ મોદીએ આરોપ કર્યો હતો કે કોંગ્રેસ લોકોની સંપત્તિ જપ્ત કરવાની યોજના બનાવી રહી છે, ખડગેએ તેનો જવાબ દેતા કહ્યું હતું કે, ‘અમે 55 વર્ષ દેશ પર શાસન કર્યું, પરંતુ શું અમે કોઈનું મંગળસૂત્ર છીનવી લીધું?’