જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પહાડી વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ “X” પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ કિશ્તવાડ જિલ્લામાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. ભૂકંપ 30 કિલોમીટરની ઉંડાઈએ હતો. આ ઓછી તીવ્રતાના ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે હાહાકાર છે. અવિરત વરસાદના કારણે આવેલા પૂરમાં અત્યાર સુધીમાં ત્રણ કિશોર સહિત ચાર લોકોના મોત પણ થયા છે. પૂરને કારણે ઘણા પશુઓ મૃત્યુ પામ્યા છે અને અનેક ઘરોને નુકસાન થયું છે. પુર અને સાથે જ ભૂસ્ખલનને કારણે કાશ્મીરમાં હાહાકાર મચવા ભારે મુશ્કેલીઓ સર્જાય છે પરંતુ સાથે જ આવેલા ભૂકંપે કાશ્મીરની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.