દિલ્હીમાં કોંગ્રેસને બેવડો ફટકો, આ બે નેતાઓએ આપ્યા રાજીનામાં
દેશમાં લોકસભા ચૂંટણી વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ ‘એક સંધે ત્યાં તેર તૂટે’ એવી થઇ છે, ગત રવિવારે દિલ્હીના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે રાજીનામું આપ્યું હતું, હજુ ગઈ કાલે જ કોંગ્રેસે નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ કરી, એવામાં આજે દિલ્હી કોંગ્રેસને ફરી ઝટકો લાગ્યો છે. દિલ્હીની બે લોકસભા બેઠકોના નિરીક્ષકો નીરજ બસોયા અને નસીબ સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. દિલ્હીમાં 25મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, માટે પાર્ટીને મોટો ફટકો પડી શકે છે.
પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા અલગ-અલગ પત્રોમાં બંને નેતાઓએ કોંગ્રેસના આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન પર રોષ વ્યક્ત કર્યો છે.
પૂર્વ વિધાનસભ્ય અને પશ્ચિમ દિલ્હી લોકસભા બેઠક પર પાર્ટીના નિરીક્ષક નીરજ બસોયાએ પાર્ટી અધ્યક્ષ ખડગેને લખેલા પત્રમાં જણાવ્યું કે, “દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનથી વ્યથિત થઇને હું તમને આ પત્ર મોકલી રહ્યો છું. હું નમ્રતાપૂર્વક રજૂઆત કરું છું કે આ ગઠબંધન દિલ્હી કોંગ્રેસના કાર્યકર્તાઓને શરમમાં મુકે એવું છે. હું માનું છું કે પાર્ટીના એક સ્વાભિમાની નેતા તરીકે હું હવે પાર્ટી સાથે જોડાયેલો નહીં રહી શકું.”
બસોયાએ પત્રમાં કહ્યું, “હું પાર્ટીના તમામ પદો અને પાર્ટીની પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું. છેલ્લા 30 વર્ષમાં મને તમામ તકો આપવા બદલ હું સોનિયા ગાંધીજીનો આભાર માનું છું.”
પૂર્વ વિધાનસભ્ય અને ઉત્તર પશ્ચિમ દિલ્હી માટે પાર્ટીના નિરીક્ષક નસીબ સિંહે દેવેન્દ્ર યાદવની દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક પર નારાજગી વ્યક્ત કરી છે.
પાર્ટીમાંથી બે રાજીનામા એવા સમયે આવ્યા છે જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અરવિંદ સિંહ લવલીએ કેન્દ્રીય નેતૃત્વ સા