લખનઊ: મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એક તરફ આઈપીએલના પ્લે-ઑફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ ત્યાં બીજી બાજુ ટીમને અને ખાસ કરીને કેપ્ટન હાર્દિક પંડ્યાને લાખો રૂપિયાનો દંડ થયો.
આઈપીએલમાં આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ દરેક ટીમે નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી કરવાની હોય.
મંગળવારે લખનઊમાં લખનઊ સુપર જાયન્ટ્સની ટીમે 19.2 ઓવરમાં સાત વિકેટના ભોગે 145 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. જોકે એટલી ઓવર ચોક્કસ સમયમાં પૂરી ન થઈ એટલે મૅચ રેફરી ડેનિયલ મનોહરે સ્લો ઓવર-રેટને લગતો નિયમ લાગુ કર્યો.
આ સીઝનમાં મુંબઈની ટીમથી બીજી વાર સ્લો ઓવર-રેટના નિયમનો ભંગ થયો એટલે હાર્દિકને ટીમના સુકાની હોવા બદલ 24 લાખ રૂપિયાનો દંડ કરાયો તેમ જ ઇમ્પેક્ટ પ્લેયર (નુવાન થુશારા સહિત) મુંબઈના દરેક ખેલાડીની છ લાખ રૂપિયા મૅચ-ફી કપાઈ ગઈ.
હાર્દિકના નેતૃત્વમાં મુંબઈની ટીમ બીજી વખત સ્લો ઓવર-રેટનો નિયમ ન જાળવી શકી. હવે જો ફરી એક વાર (ત્રીજી વખત) હાર્દિકના સુકાનમાં ટીમ દ્વારા આ નિયમનો ભંગ થશે તો હાર્દિક પર એક મૅચનો બૅન આવી જશે.
Taboola Feed