જાણો… કેવી રીતે બન્યું ગુજરાત
ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે. 1 મે 1960ના રોજ બૃહદ મુંબઇમાંથી અલગ થઈને ગુજરાત રાજયની સ્થાપના કરવામાં આવી. આજનો દિવસ દરેક ગુજરાતી માટે ગર્વનો દિવસ છે. ગુજરાતના સ્થાપના દિવસની ઇતિહાસની વાત કરીએ તો ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને એકત્ર કરીને ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી હતી.
બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું
જેમાં વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા હતા. જેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તર વિસ્તારમાં ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણ વિસ્તારમાં મરાઠી ભાષા બોલતા લોકો વસવાટ કરતા હતા.
1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા
જો કે આ બધા વચ્ચે સમયકાળે મુંબઈમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના માટે અલગ અલગ રજૂઆતો કરવામાં આવી હતી. જો આ બધા વચ્ચે મહાગુજરાત આંદોલન આ દિશામાં મહત્વપૂર્ણ સાબિત થયું. તેમજ મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા હતા. જેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાત સરકારે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો
આમ 1 મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર રાજ્યનો સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવે છે. જેમાં ગુજરાત રાજ્યની સ્થાપના સમાજ સુધારક પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી. ગુજરાત સરકારે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો અને દર વર્ષે આ દિવસની રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
1 લી મેને ગુજરાતના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અલગ રાજ્યની સ્થાપના પછી 1 મેના રોજ ગુજરાત રાજ્ય તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના માટે સંસદમાં બોમ્બે પુનર્ગઠન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જેની બાદ ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઈ. મહારાષ્ટ્રની રચના 1 મેના રોજ થઈ હતી. બીજા દિવસે 2 મે 1960ના રોજ ગુજરાતની રચના થઈ હતી. જેની બાદમાં બંને રાજ્યોનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે 1 લી મેને ગુજરાતના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.