આમચી મુંબઈ

હવે વિમાનમાં પ્રવાસીઓ માણી શકશે મહારાષ્ટ્રની પુરણપોળીનો સ્વાદ, કરવું પડશે ખાલી આ કામ…

મુંબઈ: ગણેશોત્સવ નિમિત્તે આકાસા એરલાઈન્સમાં પ્રવાસ કરનાર પ્રવાસીઓને એરલાઈન્સ દ્વારા એક ખાસ વિશેષ સુવિધા પૂરી પાડવાની તૈયારીઓ કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર હવે પ્રવાસીઓ ફ્લાઈટમાં ખસ્તા કચોરી, પુરણપોળી સહિતની પરંપરાગત વાનગીઓનો આનંદ માણી શકશે. અકાસા એરલાઇન્સની ઓનબોર્ડ મીલ સર્વિસ કેફે ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રવાસીઓને આ ખાસ ઓફર આપી રહ્યું છે.

આ વિશેષ ભોજન ઓફરમાં સ્વાદિષ્ટ ક્રિસ્પી કચોરી, મસાલેદાર રગડા, તાજી અને ગરમાગરમ શક્કરીયાની ચાટ, પુરણપોળી અને વિવિધ પીણાં વગેરે સહિતની પરંપરાગત વાનગીઓનો પણ સમાવેશ થાય છે.. આ ભોજન સપ્ટેમ્બર 2023માં અકાસા એર નેટવર્ક પર મુસાફરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવાસીઓ અકાસા એરની વેબસાઈટ અથવા મોબાઈલ એપ પર જઈને. સરળતાથી પ્રી-બુકિંગ કરી શકે છે.


ઑગસ્ટ 2022માં જ્યારથી એરલાઈનના ઑપરેશનની શરૂઆત થઈ છે ત્યારથી જ અકાસા એર દ્વારા પ્રવાસીઓ માટે ખાસ ક્યુરેટેડ જમવાના વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે જે દશેરા, દિવાળી, ક્રિસમસ, મકરસંક્રાંતિ, વેલેન્ટાઈન ડે, હોળી, ઈદ-ઉલ-ફિત્ર, મધર્સ ડે જેવા લોકપ્રિય તહેવારો અને ઇવેન્ટ્સ વખતે પ્રવાસીઓને પીરસવામાં આવે છે.


આ ઉપરાંત જે પ્રવાસીઓ તેમના પ્રિયજનોનો જન્મદિવસ યાદગાર બનાવવા માગતા હોય અને આકાશમાં ઉજવવા માંગતા હોય તેમના માટે એરલાઈન દ્વારા તેમના રૂટિન મેનૂમાં કેકની પૂર્વ-પસંદગી કરવાની ઓફર પણ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂન, 2023માં લૉન્ચ કરવામાં આવેલા કૅફે અકાસાના રિફ્રેશ્ડ મેનૂના ભાગરૂપે પ્રવાસીઓ સમક્ષ 60થી વધુ ડાઇનિંગ ઓપ્શન રજૂ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button