મનીષ સિસોદિયાને વધુ એક વાર ઝટકોઃ જામીન અરજી ફગાવાઈ
નવી દિલ્હીઃ દિલ્હી લીકર કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દઈ એક મોટો ઝટકો આપ્યો છે. રાઉજ એવન્યુ કોર્ટે સિસોદિયાને ઈડી અને સીબીઆઇ બંને કેસમાં જામીન માંગતી અરજીને ફગાવી દીધી. આવું બીજીવાર થયું છે કે, સિસોદિયાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હોય. આ પહેલા પણ સિસોદિયાને નીચલી અદાલત, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે જામીન આપવા નનૈયો ભણી દીધો હતો.
હવે હાઇ કોર્ટ જશે સિસોદિયા
જામીન અરજીનો વિરોધ કરતાં તપાસ એજન્સીએ કહ્યું હતું કે સિસોદિયા આખા ગોટાળાના કિંગપિન છે એટલા માટે તેમણે જામીન ના આપવા જોઈએ. જો તેમણે જામીન મળશે તો સિસોદિયા પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે. સાક્ષીઓ પર દબાણ લાવી શકે છે. બીજી તરફ કહેવાય છે કે, રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી રદ કર્યા બાદ હવે સિસોદિયા હાઇ કોર્ટમાં જઈ શકે છે
જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા મનીષ સિસોદિયાની જામીન અરજી પર રાઉજ એવન્યુ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે અરજીને ફગાવી દીધી હતી. મનીષ સિસોદિયાના જામીન ફગાવાતા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે.
સીબીઆઈની દલીલ
સીબીઆઈએ મનીષ સિસોદિયાની જામીન અરજી પર કોર્ટમાં એવી દલીલ કરી હતી કે ‘અમે વારંવાર કહીએ છીએ કે આ જ કિંગપિન છે અને તેની જામીન અરજીમાં મોડુ થવાનું ગ્રાઉન્ડ છે. મોડુ થવાનું કારણ પણ અમે જણાવી ચૂક્યા છીએ કે કોર્ટે પોતના જૂના આદેશમાં પણ કબૂલ્યું છે કે, સિસોદિયા માસ્ટરમાઇન્ડ છે. જો કે સિસોદિયા તરફથી દલીલો ગત સુનાવણી દરમિયાન જ આપી દેવાઈ હતી એટલે સિસોદિયા વિરુદ્ધ ઈડી અને સીબીઆઇમાં દાખલ કેસને રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે અરજી ફગાવી દીધી