ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
Not ગાંઠ
Note શૂન્ય
Nought નહીં
Naughty નોંધ
Knot તોફાની
ઓળખાણ રાખો
છીપલામાં રહેલી પોચી માછલી અંગ્રેજીમાં કયા નામથી ઓળખાય છે? કાલવ કે કાલુ માછલી તરીકે ઓળખાતા આ દરિયાઈ જીવમાં ક્યારેક મોતી મળી આવે છે.
અ) લોબસ્ટર બ) ઓયસ્ટર ક) ક્રેફિશ ડ) સ્ક્વિડ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ઘણીવાર પુરુષાર્થીને પ્રારબ્ધનો સાથ નથી મળતો’ પંક્તિમાં પ્રારબ્ધ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) હિંમત બ) પ્રચાર ક)પ્રકૃતિ ડ) નસીબ
માતૃભાષાની મહેક
કાયા કાચો કુંભ, કાયા પાણીનો પરપોટો ફૂટતા વાર નહીં એ બંને રૂઢિપ્રયોગ જીવનની ક્ષણભંગુરતા દર્શાવે છે. કાયા, છાયા ને પોતાનો છાંયડો એટલે કાયા જ ખરો છાંયો આપે, શરીરે સુખી એ મોટું સુખ. માયા ભય છે, કંઇ કાયાને ભય છે? મતલબ ધન દોલતને ચોરનો કે બીજો ભય રહે છે, કાયા એટલે માત્ર શરીરને કોઈ ભય નથી, અર્થાત દેહ નિર્ભય છે, માત્ર તેને માયા લાગેલી હોય તો તે હરાઇ જવાનો ભય રહે છે.
ગુજરાત મોરી મોરી રે
‘વ્યવસ્થા કરનારને કાયમ વધુ પરિશ્રમ કરવો પડતો હોય છે’ એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ચાલે ચાલે ગાઉ ચૌદ તો બાર ગધેડા ગાઉ કુંભાર
ઈર્શાદ
આટલા વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.
— મનહરલાલ ચોક્સી
માઈન્ડ ગેમ
પ્રતિ કલાક ૭૦ કિલોમીટરની ઝડપે જતા વાહનને રસ્તામાં ૪૫ મિનિટની વિશ્રાંતિ સાથે ૩૮૫ કિલોમીટર અંતર કાપતા કુલ કેટલો સમય લાગ્યો હશે એ જણાવો.
અ) ૫ કલાક ૨૦ મિનિટ બ) ૫ કલાક ૫૦ મિનિટ ક) ૬ કલાક ૧૫ મિનિટ ડ) ૬ કલાક ૪૫ મિનિટ
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
Sort પ્રકાર
Sortie હુમલો
Suit પોશાક
Soot મેશ
Shoot ગોળી મારવી
ગુજરાત મોરી મોરી રે
પૈસા મળે ત્યારે સગાં પણ ઘણાં મળે
ઓળખાણ પડી?
ઈગ્લૂ
માઈન્ડ ગેમ
૬૨૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બાળપણ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) તાહેર ઔરંગાબાદવાલા (૫) શીરીન ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ. મુનીમ (૭) પ્રતીમા પમાણી (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) મીનળ કાપડિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) લજિતા ખોના (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) ભાવના કર્વે (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) કલ્પના આશર (૩૦) હર્ષા મહેતા (૩૧) મહેશ દોશી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) પુષ્પા ખોના (૩૭) અંજુ ટોલિયા (૩૮) અલકા વાણી (૩૯) દિલીપ પરીખ (૪૦) અરવિંદ કામદાર (૪૧) સુરેખા દેસાઈ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નિતીન બજરિયા (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) ઈનાક્ષી દલાલ (૪૯) હેમા હરીશ ભટ્ટ (૫૦) શીલા ભટ્ટ (૫૧) ગિરીશ શેઠ (૫૨) જગદીશ વલ્લભજી ઠક્કર (૫૩) હરીશ મનુભાઈ ભટ્ટ (૫૪) હીરાબેન શેઠ (૫૫) અતુલ જશુભાઈ શેઠ