IPL 2024સ્પોર્ટસ

આઇપીએલની છ ટીમને ઝટકો, ઇંગ્લૅન્ડના આ આઠ ખેલાડી વહેલા જતા રહેશે

મૅન્ચેસ્ટર: લગભગ દર વર્ષે આઇપીએલમાંથી અમુક વિદેશી ખેલાડીઓ ઇન્ટરનૅશનલ સિરીઝમાં રમવા આઇપીએલમાંથી વહેલી એક્ઝિટ કરી દેતા હોય છે. આ વખતે પણ એવું થવા જઈ રહ્યું છે.

પહેલી જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ઇંગ્લૅન્ડની 15 ખેલાડીઓની ટીમમાં આઠ પ્લેયર એવા છે જેઓ આઇપીએલમાં હાલમાં રમી રહ્યા છે. આ તમામ આઠ ખેલાડીઓને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે આઇપીએલમાં છેક સુધી ન રમવા કહ્યું છે અને થોડા જ દિવસમાં સ્વદેશ આવી જવાની સૂચના આપી છે.


આઇપીએલ 26મી મે સુધી ચાલશે, પરંતુ બાવીસમી મેએ ઇંગ્લૅન્ડની પાકિસ્તાન સામે ટી-20 સિરીઝ શરૂ થશે. એ શ્રેણી વર્લ્ડ કપ માટેની રિહર્સલ કહેવાશે અને એમાં રમવા માટે આઠ પ્લેયરને બ્રિટિશ ક્રિકેટ બોર્ડે પાછા આવી જવા જણાવ્યું છે.


જૉસ બટલર ઉપરાંત ફિલ સૉલ્ટ, જૉની બેરસ્ટો અને વિલ જૅક્સ સહિત ચારેય બૅટર બહુ જ સારા ફૉર્મમાં છે.
રાજસ્થાનની ટીમનો બટલર આ વખતની આઇપીએલમાં બે સદી સહિત કુલ 319 રન બનાવી ચૂક્યો છે. ફિલ સૉલ્ટ કોલકાતાની ટીમમાં છે અને તે ચાર હાફ સેન્ચુરી સહિત 392 રન બનાવી ચૂક્યો છે. જૉની બેરસ્ટો પંજાબની ટીમમાં છે અને તેના નામે એક ધમાકેદાર સેન્ચુરી સહિત કુલ 204 રન છે. વિલ જૅક્સ બેન્ગલૂરુની ટીમમાં છે અને તેણે આ વખતની આઇપીએલમાં એક સેન્ચુરી (100*) અને એક હાફ સેન્ચુરી (55) ફટકારી છે.


આઇપીએલમાંથી વહેલી એક્ઝિટ કરનારા બ્રિટિશ ટીમના બીજા પાંચ પ્લેયર સૅમ કરૅન (પંજાબ), રીસ ટૉપ્લી (બેન્ગલૂરુ), લિઆમ લિવિંગસ્ટન (પંજાબ), મોઇન અલી (ચેન્નઈ) અને જોફ્રા આર્ચર (મુંબઈ)નો સમાવેશ છે.
ઇંગ્લૅન્ડના આ ખેલાડીઓ થોડા જ દિવસમાં આઇપીએલમાંથી નીકળીને પાછા જતા રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button