Preity Zintaને યાદ આવ્યા પિયાઃ વીડિયો શેર કરી થઈ ઈમોશનલ
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) આ દિવસોમાં IPLમાં વ્યસ્ત છે, પરંતુ આ દરમિયાન તે તેના પતિ પરમેશ્વરને મિસ કરી રહી છે. અભિનેત્રીએ તેના પતિ માટે એક ખાસ વીડિયો શેર કર્યો છે.
બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) આ દિવસોમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની ટીમ પંજાબ કિંગ્સને સપોર્ટ કરતી જોવા મળી રહી છે. પ્રીતિ લાંબા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે, પરંતુ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અભિનેત્રીએ હાલમાં જ એક ખાસ વ્યક્તિ માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. આ ખાસ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પ્રીતિ ઝિન્ટાના પતિ છે, જેને યાદ કરીને અભિનેત્રી ઈમોશનલ થઈ ગઈ છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વ્યસ્ત પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ તેના પતિ જીન ગુડનફની તસવીરો સાથે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું કે તે તેના પતિને મિસ કરી રહી છે. રીલમાં પતિ સાથેની કેટલીક પળોની ઝલક પણ છે. અભિનેત્રીએ તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, હું તને મિસ કરું છું. અભિનેત્રીએ પોસ્ટમાં દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા અભિનીત તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ અમર સિંહ ચમકીલા ના ગીત તુ ક્યા જાનેની ટ્યુન પણ ઉમેરી.
પ્રીતિ ઝિન્ટાના લગ્નને આઠ વર્ષ થઈ ગયા છે. અભિનેત્રીએ વિદેશી વ્યક્તિ જીન ગુડનફ સાથે લગ્ન કર્યા છે. આ દંપતીને જોડિયા બાળકો એક દીકરી અને એક દીકરો છે. લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલી પ્રીતિ ઝિન્ટા બોલિવૂડમાં વાપસી કરવા માટે તૈયાર છે. આ દિવસોમાં તે વર્કઆઉટ પર ભાર આપી રહી છે. ઘણીવાર જીમની બહાર જોવા મળે છે. અભિનેત્રી પાસે રાજકુમાર સંતોષી દ્વારા દિગ્દર્શિત લાહોર 1947પાઇપલાઇનમાં છે. આ ફિલ્મમાં તે સની દેઓલ સાથે જોવા મળશે. આ ફિલ્મને આમિર ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે.