નેશનલ

છત્તીસગઢનામાં સુરક્ષા દળોની મોટી સફળતા, 7 નકસલવાદીઓ ઠાર

નકસલવાદીઓ વિરુદ્ધના અભિયાન(Anti Naxalite operation)માં સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા મળી છે. આજે છત્તીસગઢ(Chhattisgarh)ના નારાયણપુર જિલ્લા(Narayanpur)માં થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ સાત નકસલવાદીઓને ઠાર કર્યા છે. ભીષણ ગોળીબાર બાદ બે મહિલા કેડર સહિત સાત માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

નારાયણપુર-કાંકેર જીલ્લાની સરહદ પર સ્થિત સંવેદનશીલ ગણાતા અબુઝહમદના જંગલોમાં આજે મંગળવારે સવારે સુરક્ષા દળો અને નકસલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ની ટીમ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ના જવાનોએ આ ઓપરેશન પાર પડ્યું હતું.

બસ્તર રેન્જના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અબુઝહમદ જંગલમાં ટેકમેટા અને કાકુર ગામની વચ્ચેના જંગલમાં સવારે લગભગ 6 વાગ્યાના અરસામાં એન્કાઉન્ટર શરુ થયું હતું. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની સંયુક્ત ટીમને ચોક્કસ ઇનપુટ મળ્યા બાદ સોમવારે રાત્રે નક્સલ વિરોધી ઓપરેશન પર નીકળી હતી. કાંકુર ગામ પહોંચ્યા કે તરત જ ગોળીબાર શરૂ થઈ ગયો. ફાયરિંગ બંધ થયા પછી, બે મહિલાઓ સહિત સાત માઓવાદીઓના મૃતદેહો સ્થળ પરથી મળી આવ્યા હતા.

સ્થળ પરથી એક AK-47 રાઈફલ અને અન્ય હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે તમામ સુરક્ષાદળના તમામ જવાનો સુરક્ષિત છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના સાથે, સુરક્ષા દળો સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં આ વર્ષે અત્યાર સુધીમાં 88 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

થોડા દિવસો પહેલા સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં 29 નકસલવાદીઓ માર્યા ગયા હતા. જેમાં પ્રમુખ માઓવાદી નેતાઓ શંકર રાવ અને લલિતા મેરાવીનો પણ સમવેશ થાય છે, જેમના માથા પર ₹8 લાખનું ઈનામ હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button