IPL 2024સ્પોર્ટસ

IPL 2024 KKR vs DC: આ બેટ્સમેને તોડ્યો સૌરવ ગાંગુલીનો રેકોર્ડ, KKRની જીતમાં મોટો ફાળો

કોલકાતા: ગઈ કાલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન(Eden Gardens)માં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) અને દિલ્હી કેપિટલ્સ(DC) વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 47મી મેચમાં રમાઈ હતી. DCએ આપેલા 154ના ટાર્ગેટને KKR એ 7 વિકેટે બાકી રહેતા સરળતાથી ચેઝ કરી લીધો હતો. KKRની જીતમાં ફિલ સોલ્ટનો મહત્વનો ફાળો રહ્યો હતો, તેણે 33 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ મળી હતી. આ સાથે સોલ્ટે IPLમાં સૌરવ ગાંગુલીનો 14 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

આ સીઝનમાં સોલ્ટ સુનીલ નારાયણની સાથે ઓપનિંગ બેટ્સમેન તરીકે KKRને ઝડપી શરૂઆત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. IPLની આ સિઝનમાં અત્યાર સુધીમાં ફિલ સોલ્ટે 9 મેચમાં 49ની એવરેજથી 392 રન બનાવ્યા છે, તેની સ્ટ્રાઈક રેટ 182.35 રહી છે. સોલ્ટે આ સિઝનમાં અત્યાર સુધી 4 ફિફ્ટી ફટકારી છે.

KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ફિલ સોલ્ટનું અત્યાર સુધીનું પ્રદર્શન ટીમના બાકીના બેટ્સમેનની સરખામણીમાં ઘણું સારું રહ્યું છે, સોલ્ટે અહીં રમાયેલી 6 મેચમાં 344 રન બનાવ્યા છે. આ સાથે સોલ્ટ હવે IPLની એક સિઝનમાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામે હતો, જેણે 2010ની IPL સિઝનમાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 7 ઇનિંગ્સમાં 331 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ફિલ સોલ્ટે તેની 68 રનની ઇનિંગ દરમિયાન પ્રથમ 6 ઓવરમાં 60 રન બનાવ્યા હતા. આ સાથે સોલ્ટ હવે IPLમાં KKR માટે એક મેચમાં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેના પહેલા આ રેકોર્ડ સુનીલ નારાયણના નામે હતો જેણે 2017ની સીઝનમાં RCB સામેની મેચમાં 54 રન બનાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button