આમચી મુંબઈ

હાર્બર લાઈનમાં ટે્રનના ધાંધિયા: સીએસએમટીમાં લોકલ ટ્રેનનું ડિરેલમેન્ટ: પ્રવાસીઓને હાલાકી

મુંબઈ: અઠવાડિયાના પહેલા દિવસે મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં એક ટે્રનની કોચ પાટા પરથી ખડી પડયો હતો, પરિણામે સમગ્ર લાઈનમાં ટે્રન સેવા ખોરવાઈ હતી, પરિણામે ગરમીમાં ટે્રન વિના અન્ય પરિવહનમાં મુસાફરી કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી હતી. લોકલ ટે્રનસેવા ચારેક કલાક પછી શરૂ થયા પછી પણ ટે્રનો કલાકો સુધી મોડી દોડતી રહેવાથી આજનો દિવસ હાર્બર લાઈનના પ્રવાસીઓ માટે હાલાકીભર્યો રહ્યો હતો.
પનવેલ સીએસએમટી (ઙ26) લોકલ ટે્રન સીએસએમટી પહોંચી ત્યારે લોકલ પ્લેટફોર્મ બે નંબર નજીક ટે્રનનો એક કોચ ડીરેલ થયો હતો. ત્યાર બાદ ટે્રનને મસ્જિદ રેલવે સ્ટેશન લઈ જવામાં આવી હતી. આ બનાવ સીએસએમટી નજીક સવારના 11.35 વાગ્યાના સુમારે બન્યો હતો પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ એને કારણે આજે બપોર સુધીની તમામ સર્વિસીસ પર અસર થઈ હતી.
હાર્બર લાઈનમાં સિંગલ (સ્લો લાઈન) કોરિડોર હોવાને કારણે ટે્રન સેવા ઠપ થઈ હતી. દરેક વખતે હાર્બર લાઈનમાં ટે્રનસેવા ખોટકાયા પછી પ્રવાસીઓ પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી, કાં તો ઓલા-ઉબર કરીને પોતાના ડેસ્ટિનેશન પહોંચે છે. અમારી ટે્રન આજે વડાલા અને ખારઘરની વચ્ચે 35 મિનિટ ઊભી રહી હતી, પરંતુ એના અંગે કોઈ એનાઉન્સમેન્ટ થયું નહોતું, એમ ખારઘરના રહેવાસીએ જણાવ્યું હતું.
હાર્બર લાઈનના પ્રવાસીઓ મેન લાઈન કલ્યાણ સીએસએમટી વચ્ચે પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આમ છતાં હાર્બર લાઈનમાં સીએસએમટીથી વડાલા વચ્ચેની લોકલ ટે્રન રદ કરવામાં આવી છે, જ્યારે વડાલાથી પનવેલ વચ્ચે ટે્રન સર્વિસ શરૂ છે પણ તમામ ટે્રનની સર્વિસ મૂળ સમય પત્રક અનુસાર દોડાવાતી નથી, જેથી ટે્રન અડધો કલાકથી વધુ મોડી દોડી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ અંગે મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે પનવેલ-સીએસએમટી ટે્રનનો કોચ પાટા પરથી ખડી પડ્યા પછી યુદ્ધના ધોરણે ટે્રનસેવા ચાલુ કરવાની કામગીરી હાથ ધરી હતી. બપોરના બે વાગ્યાના સુમારે ટે્રનસેવા સંપૂર્ણપણે ચાલુ કરવામાં આવી હતી. ટે્રનના ડિરેલમેન્ટ મુદ્દે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ