આ શું એક તરફ જવાન ફિલ્મ હિટ થઇ રહી છે, અને બીજી બાજુ તેનો જ એક કલાકાર રસ્તા પર ગોગલ વેચી રહ્યો છે…
મુંબઇ: હાલમાં બોક્સ ઓફિસ પર શાહરુખ ખાનની ફિલ્મ જવાન ધૂમ મચાવી રહી છે. પહેલાં દિવસથી જ પ્રેક્ષકોએ આ ફિલ્મને બહોળો પ્રતિસાદ આપ્યો છે. તેથી હાલમાં બધે જ આ ફિલ્મની ચર્ચા છે. દરમીયાન આ ફિલ્મનો જ એક કલાકાર હાલમાં ખૂબ ચર્ચામાં આવ્યો છે. એક તરફ ફિલ્મ હિટ થઇ રહી છે ત્યાં બીજી તરફ આ ફિલ્મનો અભિનેતા રસ્તા પર ગોગલ વેચી રહ્યો છે. તેથી આ કલાકારને આવું કરવાની જરુર કેમ પડી? એવો પ્રશ્ન બધાને જ થઇ રહ્યો છે.
પ્યાર તો હોના હી થા, બાગી જેવી ફિલ્મોમાં સહકલાકાર અને ગબ્બર, ભારત જેવી ફિલ્મોમાં મહત્વનું પાત્ર ભજવનાર સુનીલ ગ્રોવર આ નામ કોઇના માટે નવું નથી. દ કપીલ શર્મા શોમાં ડો. મશહૂર ગુલાટી અને ગુત્થી આ બે પાત્રો ભજવી તેણે ખૂબ પ્રશંસા અને નામના મેળવી છે. શાહરુખ ખાનની જવાન ફિલ્મમાં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી છે. જોકે આ ફિલ્મ રિલીઝ થયા બાદ સુનીલ ગ્રોવર રસ્તા પર ગોગલ વેચી રહ્યો છે.
વાત જાણે એમ છે કે સુનીલ ગ્રોવરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં તે રસ્તા પરથી પસાર થઇ રહેલ લોકોને ગોગલ વેચી રહ્યો છે. આ સમયે તેણે સફેદ શર્ટ અને કાળા રંગનું જેકેટ પહેર્યુ છે. આ વિડીયો શેર કરતી વખતે સુનીલ ગ્રોવરે તેરી પ્યારી પ્યારી સૂરત આ ગીત બેકગ્રાઉન્ડમાં પ્લે કર્યુ છે.
દરમીયાન છેલ્લાં કેટલાંય દિવસોથી સુનીલ ગ્રોવર સતત આવા સાધારણ કામ કરતો હોવાનો વિડીયો શેર કરે છે. અગાઉ તેણે શાકભાજી વેચવી, લોકોની હેરકટ કરવી, મકાઇ વેચવી જેવા ઘણાં કામો કર્યા છે.