40+ હોવા છતાં ફિટનેસ અને લૂકથી ચર્ચામાં છે આ ગ્લેમરસ અભિનેત્રિ, જુઓ તસવીરો
મુંબઈ: ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીના બોલ્ડનેસ અને હૉટ લૂકની ચર્ચા આજે પણ કરવામાં આવે છે. 42 વર્ષની થઈને પણ શ્વેતા તેની બ્યુટીફુલ અને સ્ટાઇલિશ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. હાલમાં શ્વેતાએ પોતાની લેટેસ્ટ પિકમાં સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં રહેતી અભિનેત્રી શ્વેતા તિવારી તેની ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશનની અમુક તસવીરો શ્વેતા સોશિયલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીરોમાંથી એક તસવીરમાં શ્વેતાએ તેના દીકરા સાથે પોઝ આપ્યો હતો, તો એક તસવીરમાં શ્વેતા તેની મમ્મી સાથે દેખાઈ રહી છે. આ સાથે શ્વેતા બીચ પર એન્જોય કરી રહી છે.
આપણ વાંચો: કોણ છે Shweta Tiwari સાથે દેખાયેલો આ શર્ટલેસ યંગ મિસ્ટ્રી મેન?
શ્વેતાની ફિટનેસની ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં થઈ જ હોય છે. આ તસવીરોમાં શ્વેતાના કર્વ ફિગરને જોઈને તે માનવું મુશ્કેલ છે કે શ્વેતા તિવારી 43 વર્ષની છે. શ્વેતા આજે પણ અનેક યંગ અભિનેત્રીઓને ફિટનેસની બાબતમાં ટક્કર આપે છે. સોશિયલ મીડિયા પર પણ શ્વેતા ખૂબ એક્ટિવ રહે છે, પોતાની એક્ટિંગ સાથે પોતાના લૂકને કારણે પણ શ્વેતા તિવારીના નામનો જાદુ આજે પણ અનેક ટીવી સિરિયલમાં ફિલ્મોમાં ચાલે છે.
શ્વેતા સાથે તેની દીકરી પલક તિવારી પર તેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. શ્વેતા તિવારીના ઇનસ્ટાગ્રામ પર 5.2 મિલિયન કરવા વધારે ફોલોઅર્સ છે, અને શ્વેતાએ હાલમાં શેર કરેલી પોસ્ટ પર બે લાખ જેટલા લાઈક્સની સાથે હજારો કમેન્ટ પણ છે. લોકોએ શ્વેતાના ફિટનેસ અને લૂકના વખાણ કરી રહ્યા છે.