ટી-20 વર્લ્ડ કપ માટે સૌથી પહેલી ટીમ આ દેશે જાહેર કરી
કોણ છે કૅપ્ટન અને કયા પીઢ ઓપનરના નામ પર ચર્ચા શરૂ કરીને તેને લેવાનું માંડી વાળ્યું?
ઑકલૅન્ડ: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ જાહેર કરી દેવા આઇસીસીએ તમામ દેશોને પહેલી મેની ડેડલાઇન આપી છે એટલે હવે બે દિવસમાં ધડાધડ બધી ટીમો જાહેર થવા લાગશે. જોકે આ રેસમાં ન્યૂ ઝીલૅન્ડ પ્રથમ છે. એણે સોમવારે 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી હતી જેમાં આમ તો મોટા ભાગના અનુભવી પ્લેયરો છે, પણ બે નામ એવા છે જેઓ પહેલી જ વખત ટી-20નો વિશ્ર્વકપ રમશે.
ફાસ્ટ બોલર મૅટ હેન્રી આઇપીએલમાં લખનઊની ટીમમાં છે. સ્પિનિંગ ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્ર ચેન્નઈ સુપર કિંગ્સમાં છે. આ બન્ને પ્લેયર પહેલી જ વખત ટી-20 વર્લ્ડ કપ રમશે.
આઇસીસીએ તમામ દેશોને કહ્યું છે કે તમે પહેલી મે સુધીમાં 15 ખેલાડીઓની જે ટીમ જાહેર કરો એમાં પછીથી ફેરફાર કરી શકાશે.
આપણ વાંચો: યુગાન્ડાના ત્રણ ગુજરાતી ક્રિકેટરો ટી-20 વર્લ્ડ કપ માટે તૈયાર
ન્યૂ ઝીલૅન્ડે વિકેટકીપર અને લેફ્ટ-હૅન્ડ બૅટર ડેવૉન કૉન્વેને ટીમમાં ખાસ સમાવ્યો છે. તે તાજેતરમાં હાથના અંગૂઠાની ઈજાને કારણે આઇપીએલમાંથી નીકળી ગયો હતો. કેન વિલિયમસન આ ટીમનો કૅપ્ટન નિયુક્ત થયો છે. તેનો આ છઠ્ઠો ટી-20 વર્લ્ડ કપ છે. તે ઈજાને કારણે છેલ્લી બે ટી-20 સિરીઝમાં નહોતો રમ્યો. ફાસ્ટ બોલર ઍડમ
ટિમ સાઉધી સૌથી વધુ સાતમો ટી-20 વર્લ્ડ કપ રમશે. પેસ બોલર કાઇલ જૅમિસન પીઠના સ્ટ્રેસ ફ્રૅક્ચરને લીધે વર્લ્ડ કપમાં નહીં રમે.
મિલ્ન ઘૂંટીની સર્જરીને લીધે વર્લ્ડ કપમાં નથી રમવાનો. પીઢ ઓપનર માર્ટિન ગપ્ટિલ વિશે તેમ જ બીજા બૅટર કૉલિન મન્રો અંગે સિલેક્ટર્સે ચર્ચા કરી હતી. આ બન્ને ખેલાડીઓ ફ્રૅન્ચાઇઝીઓ વતી રમે છે. જોકે સિલેક્ટર્સે ન્યૂ ઝીલૅન્ડ વતી થોડા મહિનાઓથી ટી-20 રમતા હોય એવા જ ખેલાડીઓને પસંદ કરવાનું નક્કી કર્યું એટલે ગપ્ટિલ-મન્રોને સિલેક્ટ કરવાનું માંડી વાળ્યું હતું.
બાવીસ વર્ષનો ગપ્ટિલ છેલ્લે ઑક્ટોબર 2022માં ટી-20 ઇન્ટરનૅશનલ રમ્યો હતો. તેણે 122 ટી-20 મૅચમાં 3,531 રન બનાવ્યા છે. આઇપીએલ સહિતની તમામ ટી-20 મૅચોમાં તેના નામે 9,707 રન છે.
ન્યૂ ઝીલૅન્ડની ટીમ:
કેન વિલિયમસન (કૅપ્ટન), ડેવૉન કૉન્વે (વિકેટકીપર), ફિન ઍલન, રાચિન રવીન્દ્ર, માઇકલ બ્રેસવેલ, માર્ક ચૅપમૅન, ડેરિલ મિચલ, જેમ્સ નીશૅમ, ગ્લેન ફિલિપ્સ, મિચલ સૅન્ટનર, ટ્રેન્ટ બૉલ્ટ, લૉકી ફર્ગ્યુસન, મૅટ હેન્રી, ઇશ સોઢી અને ટિમ સાઉધી.