ટોપ ન્યૂઝ

બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BFIL) ના શેર્સ 29મી એપ્રિલે NSE પર લિસ્ટ થશે

“BALUFORGE” પ્રતીક હેઠળ લિસ્ટીંગ થવા સાથે જ શેર્સનું ટ્રેડિંગ શરૂ થઈ જશે

“BFIL સ્પેશિયાલિટી એન્જિનિયરિંગ અને મિકેનાઈઝ્ડ કોમ્પોનેન્ટ ઉદ્યોગમાં અગ્રણી ઉત્પાદક છે, જે એરોસ્પેસ, ઓટોમોટિવ, ઓઈલ એન્ડ ગેસ, રેલ્વે અને સંરક્ષણ જેવા ઉદ્યોગોને સર્વિસ પ્રદાન કરે છે”

મુંબઈ, 29 એપ્રિલ, 2024 :

ક્રેન્કશાફ્ટ અને ફોર્જડ કોમ્પોનેન્ટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી અગ્રણી પ્રિસિસન એન્જિનિયરિંગ કંપની, બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BFIL)એ જાહેરાત કરી છે કે, તેના શેર્સનું 29 એપ્રિલ, 2024 ના રોજ બજાર શરૂ થવાના સમયથી “BALUFORGE” પ્રતીક હેઠળ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટીંગ થવા સાથે તેનું ટ્રેડિંગ શરૂ થશે.

આ જાહેરાત પર ટિપ્પણી કરતા, BFIL ની મેનેજમેન્ટ ટીમે કહ્યું હતું ક, “અમને જણાવતા આનંદ થાય છે કે, અમારી કંપનીના શેર પણ 29 એપ્રિલ, 2024 થી NSEના મુખ્ય બોર્ડ પર લિસ્ટ/ટ્રેડ થશે. આ BFIL માટે એક વિશ્વસનીય માઈલસ્ટોન છે. આનાથી સમગ્ર મૂડી બજાર સમુદાયમાં BFIL ની દૃશ્યતા વધારવા અને તેને વધુ મજબૂત કરવામાં મદદ મળશે.

BFIL ને સ્પેશિયાલિટી એન્જિનિયરિંગ અને ચોકસાઈવાળા મિકેનાઈઝ્ડ કોમ્પોનેન્ટ ઉદ્યોગમાં એક
અગ્રણી ઉત્પાદક/ખેલાડી તરીકે માનવામાં આવે છે, જે એરોસ્પેસ, ઓટોમોટિવ, ઓઈલ એન્ડ ગેસ, રેલ્વે અને સંરક્ષણ જેવા વિવિધ ઉદ્યોગોમાં ફેલાયેલા મુખ્ય વૈશ્વિક ગ્રાહકોને સર્વિસ પ્રદાન કરે છે.

મેનેજમેન્ટ ટીમનું કહેવું છે કે NSE પર BFILના ઈક્વિટી શેરોના લિસ્ટીંગથી સ્થિરતા અને પારદર્શિતાને સુનિશ્ચિત થશે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ અને દૃશ્યતામાં વધારો થશે. ફાઇન્ડર મોનિટરિંગ સાથે, NSE રોકાણકારોને નીચે મુજબના લાભો માટે હકદાર બનાવશે.

  1. લો ઇમ્પેક્ટ કોસ્ટ(ઓછા અસર ખર્ચ)ની ખાતરી કરવી
  2. વિઝિબિલિટી (દ્રશ્યતા)
  3. અભૂતપૂર્વ વૈશ્વિક પહોંચ
  4. સેટલમેન્ટ ગેરંટી

કંપની વિશે વધુ માહિતી માટે કૃપા કરીને www.baluindustries.com ની મુલાકાત લો.

બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝ વિશે માહિતી :

બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BFIL) ની સ્થાપના 1989માં થઈ હતી અને તે ફિનિશ્ડ અને સેમી ફિનિશ્ડ ક્રેન્કશાફ્ટ અને ફોર્જડ કોમ્પોનેન્ટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. તે નવા ઉત્સર્જન ધોરણો અને નવા એનર્જી વ્હીલ્સ બંને સાથે સુસંગત કોમ્પોનેન્ટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. કંપની પાસે 1 કિલોથી 900 કિગ્રા સુધીના મોટા ઉત્પાદન પોર્ટફોલિયો સાથે સંપૂર્ણ રીતે સંકલિત ફોર્જિંગ અને મશીનિંગ પ્રોડક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. કંપની પાસે 80 થી વધુ ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે અને તે સ્થાનિક સ્તરે તેમજ નિકાસ બંને સેગમેન્ટમાં કાર્ય કરે છે. કંપનીના ગ્રાહકોમાં હળવા વાહનો, કૃષિ સાધનો, વીજ ઉત્પાદન સાધનો, વાણિજ્યિક વાહનો, ઓફ-હાઇવે વાહનો, જહાજો, લોકોમોટિવ્સ અને બીજા અન્ય કેટલાક પ્રખ્યાત સપ્લાયર્સ અને ઉત્પાદકોનો સમાવેશ થાય છે. કંપની સંરક્ષણ, તેલ અને ગેસ, રેલ્વે, દરિયાઈ અને અન્ય ઉદ્યોગોને પણ સેવાઓ પ્રદાન કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…