લાંચના કેસમાં ખાનગી કંપનીના કન્સ્લટન્ટ નિર્દોષ જાહેર
થાણે: ભૂતપૂર્વ વિધાનસભ્યને લાંચ આપવાનો પ્રયાસ કરવાના આરોપનો સામનો કરી રહેલા ખાનગી કંપનીના ક્ધસલટન્ટને થાણે જિલ્લાની વિશેષ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.
વિશેષ એસીબી કોર્ટના જજ અમિત એમ. શેટેએ 24 એપ્રિલે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે તપાસકર્તા પક્ષ આરોપી હિતેન નારાયણ સોલંકી (43) સામેના આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હોવાથી તેને શંકાનો લાભ આપવાની જરૂર છે.
એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર સંજય મોરેએ કોર્ટને જણાવ્યું હતું કે પાલિકાના ટેન્ડર માટે પોતાની કંપનીની તરફેણ કરવા માટે આરોપીએ ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાને રૂ. ચાર લાખની ઓફર કરી હતી.
બચાવ પક્ષના વકીલ રણજિત સાંગળેએ તપાસ અને ફરિયાદ પક્ષની દલીલમાં છટકબારીઓ કાઢી હતી. દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં ફરિયાદી પાલિકામાં પોતાના પદથી સારી રીતે વાકેફ હોવા છતાં આરોપી પર ધ્યાન આપ્યું હતું.
તપાસકર્તા પક્ષ દ્વારા રેકોર્ડ પર રજૂ કરાયેલા પુરાવા મજબૂત અને વિશ્ર્વાસપાત્ર નહોતા, એમ પણ આદેશમાં નોંધવામાં આવ્યું હતું. (પીટીઆઇ)