ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

એક સાથે બનશે બે Rajyog, આ રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…

મુંબઈના જ એક જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં ન્યાયના દેવતા શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે અને એને કારણે કે શશ રાજયોગ બનાવી રહ્યા છે. પંચ મહાપુરુષ યોગમાંથી એક શશ રાજયોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે સાથે જ આવતીકાલે એટલે કે પહેલી મેના દિવસે ગુરુ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશી રહ્યા છે. ગુરુના ગોચર બાદ નવમી મેના દિવસે ચંદ્રમા પણ ગોચર કરીને વૃષભ રાષિમાં પ્રવેશી રહ્યો છે. ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ પણ બની રહ્યો છે.

ધન, વિલાસના દાતા શુક્રની રાશિ વૃષભમાં બની રહેલો ગજકેસરી યોગ ખૂબ જ શુકનિયાળ માનવામાં આવે છે. આ રીતે વર્ષો બાદ શશ રાજયોગ અને ગજકેસરી યોગ એક સાથે બની રહ્યા છે. જેને કારણે ત્રણ રાશિના જાતકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થવા જઈ રહ્યો છે. આ રાશિના જાતકોને નોકરી મળી રહી છે, કારોબારમાં પ્રગતિ થઈ રહી છે. ધન-દૌલત મળી શકે છે.
આવો જોઈએ બે રાજયોગના અદ્ભૂત સંયોગને કારણે કઈ રાશિઓને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે…

વૃષભઃ

આ રાશિના જાતકો માટે શશ અને ગજકેસરી રાજયોગ બનવું ખૂબ જ શુકનિયાળ સાબિત થવાનું છે. આ સમયે તમારી પર્સનાલિટી નિખરીને સામે આવશે. લોકો તમારી પર્સનાલિટી તરફ આકર્ષાશે. કરિયમાં કેટલાક મહત્ત્વના ફેકફાર આવશે. મનગમતી નોકરી મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

મકરઃ

મકર રાશિના જાતકો માટે પણ આ બંને રાજયોગ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યા છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે, જેને કારણે બેંકબેલેન્સમાં વૃદ્ધિ થશે. આર્થિક સમસ્યાઓ દૂર થઈ રહી છે. વેપાર-ધંધો સારો રહેશે. નોકરીમાં પણ તમારી સ્થિતિ સારી રહેશે. જીવનસાથી સાથે તમારો સંબંધ સારા બનશે. કોઈ મોટી ઈચ્છાઓ પૂરી થશે.

કુંભઃ

કુંભ રાશિના સ્વામી શનિ છે અને શશ રાજયોગને કારણે આ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. વેપાર કરી રહેલાં લોકો માટે આ સમયગાળો ખૂબ જ સારો છે, તમને સારો એવો નફો થશે. વેપાર વધશે. નવા નવા સ્રોતથી આવક થશે. જીવનમાં ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ રહી છે. પ્રોપર્ટીમાં રોકાણ કરશો. આજે આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button