નેશનલ

OMG! આવો દર્દનાક વીડિયો જોઇ તમારી પણ આંખો ભિંજાઇ જશે….

સોશિયલ મીડિયા પર નીત નવા વીડિયો વાઇરલ થતા હોય છે. કેટલાક તમને ગમી જાય તો કેટલાક બોરિંગ પણ લાગતા હશે. કેટલાક જ્ઞાન સાથે ગમ્મત આપતા હશે તો કેટલાક તમને વિચારતા કરી મૂકે એવા પણ હશે, પણ અમે આજે તમને એક વીડિયો દર્શાવવાના છીએ જે જોઇને એવો દર્દનાક છે. હવે આવો જ એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં એક પુત્ર તેના પિતાને બેરહમીથી માર મારી રહ્યો છે. એ જે રીતે પિતા પર મુક્કાનો વરસાદ વરસાવી રહ્યો છએ તે જોઇને આપણું દિલ દુખી જાય છે. લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોપર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે બેરહેમીથી માર મારવામાં આવેલા પિતાનું મૃત્યુ થયું છે.

આ વીડિયોને ઘણા લોકોએ શેર કર્યો છે અને લખ્યું છે કે આ ઘોર કલયુગ છે, જ્યાં દીકરો તેના બાપને મારી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પિતા-પુત્ર વચ્ચે કઇંક વાતે બોલાચાલી થયા બાદ દીકરો ગુસ્સે ભરાઇને અચાનક ખુરશી પર બેઠેલા પિતાને ઝડપથી મુક્કો મારવા લાગે છે. 10-15 સેકન્ડમાં તે પિતાને 20-25 મુક્કા મારી દે છે. હાથ થાકી ગયા બાદ પણ તે આટલેથી પણ ના અટકતા પિતાને ચહેરા પર લાત મારે છે અને ફરીથી મુક્કાઓનો વરસાદ કરવા આગળ વધે છે, પણ એ સમયે એક માણસ આવીને તેને પકડી લે છે અને તે અટકી જાય છે. જોકે, આટલા બધો માર ખાધા બાદ પિતા હોશ ગુમાવી બેસે છે અને બાજુની ખુરશી પર લથડી પડે છે. પોતાના જ ઘરમાં વડીલોની આવી દયનીય હાલત જોઇને કોઇનીય આંખમાં પાણી આવી જાય એમ છે.

https://twitter.com/i/status/1784800482428662062

એમ જાણવા મળ્યું છે કે આ વીડિયો કર્ણાટકનો છે. અને પિતા-પુત્ર વચ્ચે પ્રોપટી મામલે કંઇક બોલાચાલી થઇ હતી, જેને કારણે પુત્ર ગુસ્સે થઇ ગયો હતો અને પિતાને બેરહેમીથી મારવા માંડ્યો હતો. આ વૃદ્ધને ઇજાગ્રસ્ત હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.
આ કેસનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે હવે આરોપી પુત્ર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button