નેશનલમનોરંજન

ધરપકડથી બચવા સાહિલ ખાને કેવા કેવા નુસ્ખા અજમાવ્યા હતા, પણ છેવટે તો…

મુંબઈ: હિન્દી ફિલ્મોનો જ એક ડાયલૉગ છે કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ. ગુનેગાર ગમે તેટલો છટકવાની કોશિશ કરે, પોલીસ ઈચ્છે તો તેમના સુધી પહોંચી જ જાય છે. આવું જ થયું છે અભિનેતા સાહિલ ખાન (Sahil Khan)ના કેસમાં.

અભિનેતા સાહિલ ખાને મહાદેવ સટ્ટા એપ (Mahadev Satta app) કેસમાં ધરપકડથી બચવા માટે ચાર દિવસમાં પાંચ રાજ્યોમાં લગભગ 1,800 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જોકે, શનિવારે પોલીસે તેને છત્તીસગઢના જગદલપુરમાં પકડી લીધો હતો. હકીકતમાં, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધા પછી, ખાન 25 એપ્રિલે મુંબઈ છોડી ગયો હતો. આ દરમિયાન તે ગોવા, કર્ણાટકના હુબલી અને હૈદરાબાદ પહોંચ્યો હોવાનું બહાર આવ્યું છે. પોતાની ઓળખ છુપાવવા માટે તેણે અલગ વેશ ધારણ કર્યો હોવાનું પણ કહેવાય છે. જો કે, જ્યારે તે હૈદરાબાદમાં હતો ત્યારે પોલીસ તેનું લોકેશન ટ્રેક કરવામાં સફળ રહી હતી. આવી સ્થિતિમાં, અભિનેતા ઉતાવળમાં છત્તીસગઢ ભાગી ગયો.

સ્ટાઈલ અને એક્સક્યુઝ મી જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતા સાહિલ ખાને રાત્રે માઓવાદી વિસ્તારમાંથી મુસાફરી કરવાનું વિચાર્યું ને અને ડ્રાઈવરને આ રસ્તાઓ પર વાહન ચલાવવાની ફરજ પાડી. પોલીસે ખાનને જગદલપુરની આરાધ્યા ઈન્ટરનેશનલ હોટલમાંથી કસ્ટડીમાં લીધો હતો.

ખાનને મુંબઈ લાવવામાં આવ્યો અને તેની ધરપકડ કરીને દાદરની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે રવિવારે મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા સાહિલ ખાનની પોલીસ કસ્ટડી 1 મે સુધી વધારી દીધી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો