નેશનલ

રાઘવ ચઢ્ઢાની તુલના માલ્યા સાથે કરનાર યુટ્યુબ ચેનલ સામે પંજાબમાં FIR

ચંડીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના લુધિયાણા લોકસભા બેઠકના ઉમેદવાર અશોક પારાશરનાં પુત્ર વિકાસ પારાશરે યુટ્યુબ ચેનલ વિરુદ્ધ FIR નોંધાવી છે. જેમાં યુટ્યુબ ચેનલ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને દાવો કરવામાં આવ્યો છે કે તેમની પાર્ટી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadhda) વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. આ વીડિયોને તાત્કાલિક દૂર કરવાની માંગ કરવામાં આવી છે.

ફરિયાદ બાદ પંજાબ પોલીસે યુટ્યુબ ચેનલ વિરુદ્ધ FIR નોંધી છે. એવો આરોપ છે કે આ ચેનલે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાની તુલના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સાથે જ નથી કરી, પરંતુ દિલ્હી દારૂ કૌભાંડ પર ભ્રામક સામગ્રી પણ ચલાવી છે. આ ચેનલે એવો પણ દાવો કર્યો હતો કે AAPએ ચૂંટણીમાં ટિકિટ વેચી હતી. આ મામલે વિકાસ પરાશર દ્વારા કેપિટલ ટીવી નામની યુટ્યુબ ચેનલ વિરુદ્ધ લુધિયાણાના શિમલાપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિકાસના પિતા પપ્પી પરાશર લુધિયાણા લોકસભા સીટથી ઉમેદવાર છે.

વિકાસે કહ્યું કે યુટ્યુબ ચેનલ સતત AAP અને રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ ભ્રામક અને નિંદનીય સામગ્રીનું પ્રસારણ કરી રહી છે. રાઘવ હાલ ઈંગ્લેન્ડમાં છે. રાઘવ ચઢ્ઢા યુકેમાં સાંસદ પ્રીત ગિલને મળ્યા છે. જે બાદ તેને ખાલિસ્તાન સમર્થક કહેવામાં આવી રહ્યો છે અને તેની તુલના વિજય માલ્યા સાથે કરવામાં આવી રહી છે.

આ ચેનલ દ્વારા રાઘવ વિરુદ્ધ પંજાબમાં ડ્રગ સ્મગલિંગના ફેક ન્યૂઝ પણ ચલાવવામાં આવી રહ્યા છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે આવા ખોટા વીડિયો સમાજની શાંતિ અને સૌહાર્દની વિરુદ્ધ છે. દેશને ધર્મ, જાતિ અને જ્ઞાતિના આધારે વિભાજિત કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

કેસ અંગે ડીસીપી જસકિરણજીત સિંહે કહ્યું કે ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક વીડિયો પ્રસારિત કરવામાં આવ્યા છે. જેમાં એવું કહેવાયુ છે કે વિજય માલ્યા દેશના પૈસા લૂંટીને ઈંગ્લેન્ડ ભાગી ગયો હતો. એ જ રીતે રાઘવ ચઢ્ઢા પણ આંખની સારવારના બહાને યુકે ગયો હતો. પંજાબના યુવાનોને ચિત્તની લત લાગી, AAPએ પૈસા લઈને સાંસદની ટિકિટ વેચી. રાઘવ યુકેમાં સાંસદ પ્રીત ગિલને મળ્યો હતો. જેઓ ખાલિસ્તાનીઓને સીધી મદદ કરે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત