આમચી મુંબઈ

ઠાકરે જૂથના વિધાનસભ્યને મોટો ઝટકો! રવીન્દ્ર વાયકર પર ગુનો દાખલ

મુંબઇ: શિવસેના ઠાકરે જૂથના વિધાનસભ્ય રવીન્દ્ર વાયકરની તકલીફ વધી ગઇ છે. જોગેશ્વરીના પ્લોટ અને આલિશાન હોટલના બાંધકામ મુદ્દે આખરે રવીન્દ્ર વાયકર, તમેના પત્ની તથા અન્ય લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નાણાકીય ગુના તપાસ શાખા વિભાગ દ્વારા વિધાનસભ્ય રવીન્દ્ર વાયકર અને તેમના પત્ની સહિત અન્ય લોકો પર આઝાદ મેદાન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રવીન્દ્ર વાયકરે જોગેશ્વરીમાં આવેલ સુપ્રિમ ક્લબનો દુરોપયોગ કરી અને ત્યાં હોટલ બનાવતી વખતે જાણકારી છૂપાવી હોવાનો આક્ષેપ છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ અંગે આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ મુબંઇ મહાનગરપાલિકાએ એ બાંધકામની પરવાનગી નકારી કામ બંધ કરાવ્યું હતું.


આ સાથે જ રવીન્દ્ર વાયકરના જમીન ગોટાળા અંગે નાણાકીય ગુના તપાસ શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ મુદ્દે રવિન્દ્ર વાયકરનો જવાબ પણ નોંધવામાં આવ્યો હતો. તેથી રવીન્દ્ર વાયકર હાઇકોર્ટમાં ગયા હતાં. પણ ત્યાં પણ તેમને રાહત મળી નહતી. ત્યારે હવે છેક નાણાકીય ગુના તપાસ શાખા દ્વારા રવીન્દ્ર વાયકર અને તેમની પત્ની પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


પ્રાપ્ત વિગતો અનુસાર રવીન્દ્ર વાયકર પર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આક્ષેપ કર્યો હતો. જોગેશ્વરીના હોટલ સંબધીત આ ફરિયાદ હતી. મુંબઇ મહાનગપાલિકાના રિઝર્વ પ્લોટ પર વાયકરે ફાઇવ સ્ટાર હોટલ ઊભી કરી છે. તેની પરવાનગી વાયકરે પાલિકા પાસે લીધી નથી. આ લગભગ 500 કરોડ રુપિયાનો ગોટાળો હોવાનો દાવો સોમૈયાએ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button