ઇન્ટરનેશનલ

દુબઈમાં બનશે વિશ્વનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ

દુબઈમાં બનશે વિશ્વનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ પાંચ સમાંતર રનવે, 260 મિલિયન મુસાફરોને હોસ્ટ કરવાની ક્ષમતા અને 400 એરક્રાફ્ટ ગેટ ધરાવે છે

દુબઈઃ યુએઈ (યુનાઈટેડ આરબ અમિરાત)એ રવિવારે અલ મકતુમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નવું વિશ્વનું સૌથી મોટું ટર્મિનલ બનાવવાનું શરૂ કર્યું છે, જેની અંદાજિત કિંમત 35 બિલિયન (રૂ. 2.9 લાખ કરોડ) હશે.

દુબઇના શાસક અને વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે જણાવ્યું હતું કે, અમે અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા પેસેન્જર ટર્મિનલ માટે ડિઝાઇનને મંજૂરી આપી છે અને (એઇડી 128 બિલિયન (34.85 બિલિયન ડોલર)) માં બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરી રહ્યા છીએ.

સરકારની જાહેરાત મુજબ એકવાર અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવું ટર્મિનલ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જાય પછી તે વાર્ષિક 260 મિલિયન મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવશે. નવું એરપોર્ટ પાંચ સમાંતર રનવે, 260 મિલિયન મુસાફરોને હોસ્ટ કરવાની ક્ષમતા અને 400 એરક્રાફ્ટ ગેટ ધરાવે છે.

તેમણે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટનો પ્રારંભિક તબક્કો એક દાયકાની અંદર પૂર્ણ થશે, જેની ક્ષમતા વાર્ષિક 150 મિલિયન મુસાફરોની છે.

શહેરની બહાર આવેલા અલ મકતુમ એરપોર્ટ 2010 થી કાર્યરત હોવા છતાં દુબઈના હવાઈ ટ્રાફિકનો મોટો હિસ્સો ખેંચ્યો નથી. અત્યારે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વર્ષે 120 મિલિયન પ્રવાસીઓને હેન્ડલ કરી શકે છે, પરંતુ શહેરની વચ્ચે આવેલા આ એરપોર્ટનું વિસ્તરણ કરી શકાતું ન હોવાથી આગામી દિવસોમાં અલ મકતુમ એરપોર્ટ પર આખો ટ્રાફિક લઈ જવાનો વિચાર સત્તાધારીઓ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button