નેશનલસ્પેશિયલ ફિચર્સ

બેદરકારીઃ વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ કરનારાની સંખ્યામાં 149 ટકાનો વધારો

નવી દિલ્હીઃ રસ્તા પર વાહન ચલાવતી વખતે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. છેલ્લા કેટલાક સમયથી રોડ અકસ્માતમાં વધારો જોવા મળ્યો છે. એવામાં દિલ્હી ટ્રાફિક પોલીસે જાણકારી આપતા કહ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિલ્હીમાં વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ કરવાના કેસમાં 149 ટકાનો વધારો થયો છે. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની બાબત એ જીવના જોખમસમાન છે.

દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડા દર્શાવે છે કે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો વધતો ઉપયોગ કાયદાનું ઉલ્લંઘન દર્શાવે છે. દિલ્હી ટ્રાફિક પોલીસ અનુસાર, આ આંકડો 1 જાન્યુઆરીથી 15 એપ્રિલ 2024 વચ્ચેનો છે. આ સમયગાળા દરમિયાન 15,846 વાહનચાલકોએ આ ગુનો કર્યો હતો. જ્યારે ગત વર્ષ 2023માં 6,369 કેસ નોંધાયા હતા. આવી સ્થિતિમાં તેમાં મોટો વધારો થયો છે.


આ પણ વાંચો:
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા મુલુંડમાં 27,000થી વધુ વાહનચાલક દંડાયા

દિલ્હી ટ્રાફિક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં એવું જોવા મળ્યું છે કે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ વધ્યો છે. આવી સ્થિતિમાં રસ્તા પર ચાલતા તમામ લોકોની સુરક્ષા ચિંતાનો વિષય બની ગયો છે.

પોલીસ દ્વારા દિલ્હીના ટોપ ટેન ટ્રાફિક સર્કલનું વિશ્લેષણ કરવામાં આવ્યું જેમાં જોવા મળ્યું કે દિલ્હી ટ્રાફિક પોલીસે 2024માં સૌથી વધુ ચલણ જાહેર કર્યા છે. તેમાં ડિફેન્સ કોલોની, પંજાબી બાગ, કરોલ બાગ, સફદરજંગ એન્ક્લેવ સહિત અન્ય ટ્રાફિક સર્કલનો સમાવેશ થાય છે.

ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે તે વાહન ચલાવતી વખતે નિયમો અંગે લોકોમાં સતત જાગૃતિ અભિયાન ચલાવે છે. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કેટલો જોખમી સાબિત થઈ શકે છે તે અંગે પણ લોકોને શિક્ષિત કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસ અધિકારીએ કહ્યું કે તે રસ્તા પર લોકોની સુરક્ષા સુધારવા માટે સતત કામ કરી રહી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button