આમચી મુંબઈ

NCP કોની સિનિયર પવારની કે જુનિયર પવારની? ઈલેકશન કમિશને બંને જૂથને સમન્સ મોકલાવ્યા, આ દિવસે હાજર રહેવું પડશે…

મુંબઈ: જ્યારથી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો પોકારીને NCPને બે ભાગમાં વહેંચી દીધી છે ત્યારથી જ શરદ પવારની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હાલમાં આ મામલો ચૂંટણી પંચમાં ચાલી રહ્યો છે જ્યાં બંને જૂથો દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે.

આ બધા વચ્ચે લાખ રૂપિયાનો સવાલ એ છે કે શું શરદ પવાર એનસીપી પર અંકુશ મેળવીને પોતાની સ્થિતી મજબૂત કરી શકશે કે પછી બળવાખોરી કરનારા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જ એનસીપીના નવા વડા તરીકે ઓળખાશે?


હવે આ બાબતે નિર્ણય લેવા માટે ચૂંટણી પંચે શરદ અને અજિત બંને જૂથોને ત્રીજી ઓક્ટોબરના સમગ્ર બેન્ચ સમક્ષ હાજર થવા સમન્સ મોકલાવ્યા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે બંને જૂથોએ ચૂંટણી પંચ સમક્ષ તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દીધા છે. હાલમાં સમગ્ર વિવાદનો દરોમદાર આ દસ્તાવેજો પર જ ટકી રહેલો છે અને તમામ દલીલો પણ વિગતવાર સમજાવવામાં આવી છે.
હવે ચૂંટણી પંચે NCPની કમાન કયા જૂથને સોંપવી એ બાબતે પોતાનો નિર્ણય લેવાનો છે.


થોડાક સમય પહેલાં જ શરદ પાવરના જૂથ દ્વારા એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે NCPમાં કોઈ ફૂટ નથી અને આવું એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે વાસ્તવમાં NCP હજુ પણ શરદ પવારની છે અને બળવો કરનારા તમામ વિધાન સભ્યો પોતાનું સભ્યપદ ગુમાવશે એ ચોક્ક્સ છે. બીજી તરફ, જુનિયર પવાર તરીકે ઓળખાતા અજિત પવારના જૂથે અગાઉથી જ વિધાનસભા અને સંગઠનાત્મક બંને વિંગના સભ્યોના હસ્તાક્ષરવાળા દસ્તાવેજ જમા કરાવી દીધા છે.


અહીંયા તમારી જાણ માટે આ જ વર્ષે બીજી જુલાઈના અજિત પવારે કાકા શરદ પવારને આંચકો આપતા અને મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ધરતીકંપ લાવતા NCPના ઘણા વિધાન સભ્યોને લઈને બળવો પોકાર્યો હતો. અજિત પવારે NDA સાથે હાથ મિલાવ્યા હતા અને તેમના વતી NCPના આઠ મોટા નેતાઓને શિંદે સરકારમાં પ્રધાનપદ આપવામાં આવ્યું હતું. આ તમામ નેતાઓએ પાછળથી એક નિશ્ચિત પ્રક્રિયા હેઠળ અજિત પવારને તેમના વડા તરીકે પસંદ કરી લીધા હતા.


જોકે, શરદ પવાર અને તેમના જૂથે આ વાતનો સ્વીકાર નહીં કર્યો. પરિણામે આ વિવાદ વધતો જ ગયો અને વાત છેક ચૂંટણી પંચ સુધી પહોંચી ગઈ છે. એવામાં ત્રીજી ઓકટોબરના ચૂંટણી પંચ શું નિર્ણય આપે છે એ જોવું રહ્યું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત