ઉગ્રવાદના આરોપમાં બે રશિયન પત્રકારની ધરપકડ
લંડનઃ બે રશિયન પત્રકારોની તેમની સરકારે ઉગ્રવાદના આરોપમાં ધરપકડ કરી હતી. ત્યાંની અદાલતોએ શનિવારે રશિયાના દિવંગત વિપક્ષી રાજકારણી એલેક્સી નેવલની દ્વારા સ્થાપિત જૂથ માટે કામ કરવાના આરોપમાં તપાસ અને સુનાવણી બાકી રાખવાનો આદેશ આપ્યો હતો.
કોન્સ્ટેન્ટિન ગેબોવ અને સેર્ગેઇ કાર્લીન બન્નેએ આરોપોને નકારી કાઢ્યા હતા. જેના માટે કોઇપણ ટ્રાયલ શરૂ થાય તે પહેલાં તેમને ઓછામાં ઓછા બે મહિના સુધી અટકાયતમાં રાખવામાં આવશે. રશિયન અદાલતો અનુસાર કથિત ઉગ્રવાદી સંગઠનમાં ભાગીદારી માટે દરેકને ઓછામાં ઓછા બે વર્ષ અને વધુમાં વધુ છ વર્ષની જેલની સજા થઇ શકે છે. તેઓ અસંમતિ અને સ્વતંત્ર મીડિયા પર રશિયન સરકારની કાર્યવાહી વચ્ચે ધરપકડ કરાયેલા તાજેતરના પત્રકારો છે. જે બે વર્ષ કરતાં વધુ સમય પહેલા યુક્રેન પર તેના સંપૂર્ણપણે આક્રમણ પછી તીવ્ર બન્યા હતા.
ફોર્બ્સ મેગેઝિનની રશિયન આવૃતિના પત્રકાર સેર્ગેઇ મિગાઝોવના વકીલે શુક્રવારે જણાવ્યું હતું કે રશિયન સૈન્ય વિશે ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં તેમની અટકાયત કરવામાં આવી હતી. ગેબોવ અને કાર્લિન પર નેવલની ફાઉન્ડેશન ફોર ફાઇટીંગ કરપ્શન દ્વારા ચલાવવામાં આવતી યુટ્યુબ ચેનલ માટે સામગ્રીનું નિર્માણ કરવાનો આરોપ છે, જેને રશિયન સત્તાવાળાઓએ ગેરકાયદે જાહેર કર્યું છે.
આ પણ વાંચો: ઓર્ગેનિક ચિપ્સ અને પિઝા-ચિકન ખાઇ રહ્યા છે પ્રદર્શનકારીઓ, ઇઝરાયલના વિરોધમાં અમેરિકામાં આગ ભડકાવી રહ્યો છે અબજોપતિ સોરોસ
નેવલની ફેબ્રુઆરીમાં આર્ક્ટિક દંડ વસાહતમાં મૃત્યુ પામ્યા હતા. કોર્ટ પ્રેસ સર્વિસે જણાવ્યું હતું કે મોસ્કોમાં અટકાયતમાં લેવાયેલ ગેબોવ એક ફ્રીલાન્સર છે જેણે રોઇટર્સ સહિત અનેક સંસ્થાઓ માટે કામ કર્યું છે. રોઇટર્સે કોર્ટના નિર્ણય પર તાત્કાલિક કોઇ ટિપ્પણી કરી ન હતી.
ઇઝરાયલની બેવડી નાગરિકતા ધરાવતા કેરોલિનની શુક્રવારે રાત્રે રશિયાના ઉત્તરી મુર્મેન્સ્ક વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી હતી. ૪૧ વર્ષીય કાર્લીને એસોસિએટેડ પ્રેસ સહિત અનેક આઉટલેટ્સ માટે કામ કર્યું છે. એસોસિએટેડ પ્રેસ રશિયન વીડિયો પત્રકાર સર્ગેઇ કારલિનની ધરપકડથી ખૂબ જ ચિંતિત છે, એમ એપીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.