ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
A B
ચૈતન્ય મહાપ્રભુ કેરળ
ચિન્મયાનંદ સ્વામી ગુજરાત
દયાનંદ સરસ્વતી મહારાષ્ટ્ર
સંત જ્ઞાનેશ્ર્વર બંગાળ
બજરંગદાસ બાપા તામિલનાડુ
ઓળખાણ પડી?
૩૩ ખડકની હિન્દુ અને જૈન શિલ્પ તેમ જ ભીંતચિત્રો ધરાવતી ઓડિશાના ભુવનેશ્ર્વરમાં આવેલી આશરે ૨૦૦૦ વર્ષ જૂની પ્રાચીન ગુફાની ઓળખાણ પડી?
અ) ઉદયગિરિ ગુફા બ) અમરનાથ ગુફા ક) ઉન્ડાવલ્લી ગુફા ડ) કાર્લા ગુફા
ગુજરાત મોરી મોરી રે
પ્રસિદ્ધ આરતીમાં ખૂટતો શબ્દ ઉમેરી પંક્તિ પૂર્ણ કરો.
‘સોને કી છડી, રૂપે કી મશાલ, જરિયન કા ———- મોતીયન કી માલા.
અ) જોગી બ) જામા ક) મોતી ડ) સાફા
માતૃભાષાની મહેક
કંકગોધુમન્યાય શબ્દ જાણવા અને સમજવા જેવો છે. મોટાની સોબતથી નાનાની પણ કિંમત વધે એવો દાખલો. કાંકરાવાળા ઘઉં વેચતાં ઘઉં ભેગા કાંકરા ઘઉંની કિંમતમાં જાય પણ જ્યારે ઘઉંમાંથી તે વીણી નાખવામાં આવે ત્યારે તેની કંઈ પણ કિંમત ઊપજતી નથી, તેમ પ્રભુના ભક્તોની મહત્તા પ્રભુને લીધે જ છે. આવું જ્યાં કહેવું હોય ત્યાં આ ન્યાય વપરાય છે
ઈર્શાદ
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં,
સીતા રામ તણાં સત્સંગમાં, રાધેશ્યામ તણાં તું રંગમાં.
— ભક્તિ ગીત
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘આખી વાત સાંભળીને મને બહુ ગ્લાનિ થઈ’ વાક્યમાં ગ્લાનિ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) ગલીપચી બ) ગુસ્સો ક) દિલગીરી ડ) સાંત્વન
માઈન્ડ ગેમ
જૈન ધર્મમાં શ્રી આદિનાથજીથી શરૂ કરી શ્રી મહાવીર સ્વામી સુધી કુલ ૨૪ તીર્થંકર થઈ ગયા. એમાંથી એકમાત્ર સ્ત્રી તીર્થંકર કોણ હતા એનું નામ જણાવો.
અ) શ્રી કુન્નુનાથજી બ) શ્રી સુમતિનાથજી ક) શ્રી શીતલનાથજી ડ) શ્રી મલ્લિનાથજી
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
A B
ચંડી દેવી મંદિર હરિદ્વાર
બહુચરાજી મંદિર મહેસાણા
ચોસઠ યોગિની મંદિર ખજુરાહો
મનસા દેવી મંદિર પંચકુલા
ત્ર્યંબુલી મંદિર કોલ્હાપુર
ગુજરાત મોરી મોરી રે
વિશ્ર્વાસ
ઓળખાણ પડી?
ઉત્તર પ્રદેશ
માઈન્ડ ગેમ
નાશિક
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
અનુમાન
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ. મુનીમ (૭) પ્રતીમા પમાણી (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) મીનળ કાપડિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) લજિતા ખોના (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) ભાવના કર્વે (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) કલ્પના આશર (૩૦) હર્ષા મહેતા (૩૧) મહેશ દોશી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) પુષ્પા ખોના (૩૭) અંજુ ટોલિયા (૩૯) દિલીપ પરીખ (૪૦) અરવિંદ કામદાર (૪૧) સુરેખા દેસાઈ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નિતીન બજરિયા (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) ઈનાક્ષી દલાલ (૪૯) હેમા હરીશ ભટ્ટ (૫૦) શિલ્પા શેઠ (૫૧) ગિરીશ શેઠ (૫૨) જગદીશ વલ્લભજી ઠક્કર