શું તમારું બાળક ટ્રેનોમાં મફત મુસાફરી કરી શકે છે? જાણી લો રેલવેના નિયમો શું કહે છે?
શાળા-કોલેજોમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. લોકોએ બહારગામ જવાનો પ્લાન પણ બનાવી લીધો હશે. લોકોએ લાંબા અંતરે કે ટૂંકા અંતરે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હશે. જોકે, મુસાફરી લાંબા અંતરની હોય કે ટૂંકા અંતરની, પમ લોકોને આરામદાયક મુસાફરી કરવી વધારે પસંદ છે. તેથી જ તેઓ ટ્રેનમાં એડવાન્સ બુકિંગ કરાવીને યાત્રા કરતા હોય છે.
ઘણા લોકો વિમાનમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે, પણ દેશના મોટા ભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે કારણ કે ટ્રેન ભાડા સરવાળે સોંઘા પડે છે, ઉપરાંત તેની બેઠકો પણ આરામદાયક હોય છે અને લાંબા અંતરની ટ્રેનોમાં સુવાની પણ આરામદાયક વ્યવસ્થા હોય છે. ઉપરાંત એસી, ટોયલેટ્સ, અને માફક દરની કેટરિંગ સુવિધા પણ રેલવેનો પ્રવાસ વધુ આકર્ષક બનાવે છે. તમે ફક્ત ટ્રેનની ટિકિટ બુક કરાવો એટલે પત્યું. છતાં ઘણી વાર લોકો મુંઝવણમાં હોય છે કે કઇ ઉંમરના બાળકો ટ્રેનમાં મુસાપરી કરી શકે કે ના કરી શકે? તમને પણ જો આવો સવાલ થતો હોય તો ચાલો આજે અમે તમને એના વિશે જણાવીએ.
આ પણ વાંચો: રેલવે મુસાફરો માટે સારા સમાચાર હવે વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ થશે
તમે જો તમારા બાળક સાથે ટ્રેનમાં મુસાફરી કરવાના છો તો તમારે જાણવું જોઇએ કે કઇ ઉંમર સુધી બાળકો ટ્રેનમાં મફત મુસાફરી કરી શકે છે. રેલવેના નિયમ અનુસાર એકથી ચાર વર્ષની ઉંમર સુધીના બાળકો ટ્રેનમાં મફત મુસાપરી કરી શકે છે અને તેમની માટે કોઇ પણ પ્રકારનું રિઝર્વેશન કરવાની જરૂર નથી.
જો તમારું બાળક પાંચથી 12 વર્ષની વયનું છે તો તમારે તેને માટે ફૂલ ટિકિટ ખરીદવી પડશે. ફૂલ ટિકિટ લીધા બાદ તમે તમારા બાળકને રિઝર્વ સીટ પર બેસાડી શકો છો. જો તમે ઇચ્છો છો કે તમારા બાળકને સીટની જરૂર નથી અને તેને તમે તમારા ખોળામાં બેસાડીને મુસાફરી કરશો તો તમે તેની અડધી ટિકિટ લઇ શકો છો, પણ હાફ ટિકિટ લીધા બાદ તમે તમારા બાળક માટે અલગ સીટની માગણી કરી શકતા નથી. બાળકે તેના માતાપિતા સાથે જ (તેમના ખોળામાં ) બેસવાનું રહેશે.