UPમાં વહુના ‘પ્રેમ’થી સાસુ એટલી તો પરેશાન થઈ કે તેણે સરકારની મદદ માગવી પડી
બુલંદશહેરઃ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં સાસુ-વહુ વચ્ચેનો એક કિસ્સાની ચર્ચા ચોમેર થઈ રહી છે. આ પ્રકારનો લગભગ પહેલો બનાવ હશે જેમાં વહુના પ્રેમથી તંગ આવેલી સાસુએ મહિલા પંચની મદદ માગી છે. સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ મા-દીકરી જેવો હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એક પુત્રવધૂને તેની સાસુ સાથે એટલી હદે પ્રેમ છે કે તે હવે તેના પતિને છૂટાછેડા આપીને સાસુ સાથે રહેવા માંગે છે. પુત્રવધૂ સાસુ પર શારીરિક સંબંધ બાંધવા દબાણ કરે છે. પુત્રવધુની આ વિચિત્ર માગણીથી પરેશાન સાસુએ વહીવટીતંત્રને મદદની અપીલ કરી છે. આ સમગ્ર મામલે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સાસુએ જણાવ્યું કે 2 વર્ષ પહેલા તેના પુત્રના લગ્ન થયા હતા. થોડા સમયમાં જ તે વિચત્ર વર્તન કરતી થઈ ગઈ અને હું તમને પ્રેમ કરું છું તેમ સાસુને કહેવા લાગી. આ સાથે તેમની સાથે શારીરિક સંબંધો બાંધવાની પણ માગણી કરવા લાગી. પુત્રવધુ એમ પણ કહેતી કે મેં તમને પહેલીવાર જોયા ત્યારથી તમે જ મને ગમવા લાગ્યા હતા અને તમારા દીકરા સાથેના લગ્ન તો માત્ર બહાનુ હતું.
પુત્રવધુ સાસુને સસરા સાથે રહેવાની ના પાડે છે. પતિને છૂટાછેડા આપી સાસુ સાથે જ રહેવાની જીદ કરે છે. આ સાથે એવી ધમકી પણ આપે છે કે જો તે નહીં માને તો એનેસ્થેસિયા આપી તેની સાથે બળજબરી કરી તેને બદનામ કરી મૂકશે. આ બધી વાતોથી કંટાળી જ્યારે યુવતીના પરિવાર સાથે વાત કરી ત્યારે પરિવારે પણ અમને જ ધમકાવી રૂ. 20 લાખની માગણી કરી હોવાનું પણ સાસુએ જણાવ્યું હતું. સમાજમાં બનતા ઘણા વિચિત્ર અને વિચાર કરતા કરી મૂકે તેવા કિસ્સાઓમાંનો આ એક કિસ્સો છે.