IPL 2024સ્પોર્ટસ

“જ્યાં સુધી પંડ્યાની વાત છે…”, પઠાણે હાર્દિક વિશે કહી દીધું કે…..

T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગીનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કેટલાક ખેલાડીઓને લઈને ચર્ચાનો અંત આવી રહ્યો નથી અને કોઈ જાણતું નથી કે તેઓ ટીમ ઇન્ડિયામાં સામેલ હશે કે નહીં. હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ એ બે માટે પણ આમ જ કહેવાઇ રહ્યું છે. ભૂતપૂર્વ ઓલ રાઉન્ડર ઈરફાન પઠાણ હાર્દિક પંડ્યાના આકરા ટીકાકાર છે. તેમણે તાજેતરમાં જણાવ્યું હતું કે હાર્દિકને એક ખેલાડી તરીકે એટલી પ્રાથમિકતા આપવી જોઈએ નહીં કારણ કે તે આઈસીસી ટુર્નામેન્ટમાં પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.

હાર્દિક પંડ્યા વિશે બોલતા ઈરફાન પઠાણે જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટને એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે તેમણે હાર્દિક પંડ્યાને અત્યાર સુધી જેટલી પ્રાથમિકતા આપી છે તેટલી આપવાની જરૂર નથી તેનું કારણ એ છે કે આપણે હજુ સુધી તેની હાજરીમાં વર્લ્ડ કપ જીત્યા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેમને (હાર્દિકને) લાગે છે કે તેઓ મુખ્ય ઓલરાઉન્ડર છે તો તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધનીય પ્રદર્શન કરવું પડશે. જ્યાં સુધી ઓલરાઉન્ડર હાર્દિકની વાત છે તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈને પ્રભાવિત કરી શકતો નથી. આપણે ફક્ત તેની ક્ષમતા વિશે જ વિચારીએ છીએ. IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પ્રદર્શનમાં ઘણો તફાવત છે. તેમણે પંડ્યાને ટુર્નામેન્ટ પસંદ કરવાને બદલે આખું વર્ષ રમવાની સલાહ આપી હતી.

તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય ક્રિકેટે કોઈપણ એક ખેલાડીને વધારે પડતું મહત્વ આપવાનું બંધ કરવું પડશે, કારણ કે જો એમ કરશે તો જ તેઓ મોટી ટુર્નામેન્ટ જીતી શકશે. ઓસ્ટ્રેલિયા ઘણા વર્ષોથી ‘ટીમ સ્પિરિટ’ને અને ‘ટીમ ગેમ’ને પ્રાથમિકતા આપી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા દરેક ખેલાડીને સુપરસ્ટાર બનાવી રહ્યું છે. એમની ટીમમાં કોઇ એક સુપરસ્ટાર નથી. ટીમનો દરેક ખેલાડી સુપરસ્ટાર છે. તમારે પણ દરેક ખેલાડીને સુપરસ્ટાર બનાવવા પડશે, નહીં તો તમે મેચ નહીં જીતી શકો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ