સમુદ્રી જહાજમાં અદ્ભૂત ટેકનોલોજી
પાણી પર તરતા ક્ધટેનરમાં બધુ જ છે!
ટેક વ્યૂ -વિરલ રાઠોડ
આપણો દેશ એક એવા સમયમાંથી પણ પસાર થયો જ્યારે ભારતથી આફ્રિકા જવા માટે ખાસ શીપ મુંબઈ સુધી આવતું, જેમાં ચોક્કસ દિવસે બેસીને ચોક્કસ દિવસ બાદ આફ્રિકા સુધી પહોંચી શકાતું. ભારતના મરી-મસાલાના વ્યાપાર માટે આ સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ રસ્તો હતો. આ જ સમુદ્રી જહાજના માધ્યમથી આફ્રિકાની કોકો ચોકલેટ ભારત આવી અને ભારતની ચા-મરી, મસાલા આફ્રિકા સુધી પહોંચ્યા. જો કે, હવે દરિયામાં તરતી ક્રૂઝમાં ૭ સ્ટાર હોટેલને ટક્કર મારે એવી સવલત હોય છે. આ જ ક્રૂઝમાં પાછી હોટેલ પણ હોય છે. સ્વિમિંગપૂલ- સિનેમા હોલ- જીમ ને રેસ્ટોરાંનો એરિયા પણ અલગ.
આ બધા પાછળ રહેલાં એનર્જી સ્ટોક – પાવરસપ્લાય જોઈએ.. આ માટે જનરેટ કેટલા વિશાળ હશે? પણ હવે ટેકનોલોજી એવી ટક્કર મારે તેવી છે કે, ભયાનક વજન ધરાવતા હાથી જેવા કોઈ ક્ધટેનરને લઈ જવું હોય તો માત્ર સ્વિચ દબાવવા જેટલું સરળ છે. આ કંટેનનાઈઝેર ટેકનોલોજી પર આ ગુડ્સની મુવમેન્ટ થાય છે. બેથી ત્રણ ફૂટબોલ ગ્રાઉન્ડ એક થાય ત્યારે એક કાર્ગોશીપ બને છે. પહેલા એક સ્પષ્ટતા એ કરૂ કે, આમાં કોઈ પ્રવાસીઓ નથી હોતા. જે રીતે માલગાડીમાં માત્ર સામાન હોય છે એમ આ ક્ધટેનરમાં પેક સામાન હોય છે , પણ ટેકનોલોજી એની સમજવા જેવી છે. કાર્ગો હેન્ડલિંગ માટે ખાસ ટેકનોલોજી – રેક સિસ્ટમનો ઉપયોગ થાય છે. આ ટેકનોલોજી અન્યથી અલગ પડે છે. આ ઉપરાંત સમગ્ર શીપમાં અતિ શક્તિશાળી જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ હોય છે, જે ભલભલા તોફાનમાં તૂટતી નથી અને પાણીની ખારાશને કારણે એને કાટ પણ લાગતો નથી. કાર્ગો વેસલ્સ સૌથી પોપ્યુલર છે ‘કેપ્ટન આઈ’ જેવી કંપની કે, જે ખાસ શીપ માટેની એલર્ટ સિસ્ટમ, કેમેરા, સીસીટીવી, મોનટરિંગ સિસ્ટમ તૈયાર કરે છે. આવી કંપનીઓ જહાજને તમામ પ્રકારની સિક્યોરિટી આપે છે એ પણ કંઈ નુકસાન થાય એ પહેલા ક્ધટેનર કે જે શીપ પર ગોઠવેલા હોય છે એનો આખો ચાર્ટ, મેપ, અંદર રહેલા સામાનની કોમોડિટી, કેટેગરી અને જે તે વેપારીઓની યાદી જે તે પોર્ટ પાસે હોય છે. આવું કોઈ ક્ધટેનર રવાના થાય ત્યારે એને ફરીથી ચેક કરવામાં આવે છે.
એક સમયે આ પ્રક્રિયા માણસો તરફથી મેન્યુઅલી કરવામાં આવતી , જેમાં ખાસ્સો એવો સમય જતો. ખાસ કરીને ફ્રોઝન બોક્સ હોય એનું ચોક્કસ સમયના અંતે તાપમાન ચેક કરવામાં આવે છે. કાર્ગો હોય કે શીપ , દિવસોના દિવસો કામ આપી શકે એવા જનરેટર આખા શીપને ઝગમગતું રાખે છે. હવે તો સોલાર અને રીન્યુએબલ એનર્જી આવી હોવાથી પેનલથી ઈલેકટ્રિક પાવરનું ગમે ત્યાંથી સર્જન કરી શકાય છે, જેની ક્ષમતા એક આખા ફ્રોઝન વિભાગને તાપમાન માટે વીજ સપ્લાય આપી શકાય એટલી હોય છે. ઈન્ટીગ્રેટેડ કંટ્રોલ સિસ્ટમ અને વેધર મોનિટર સતત એ ધ્યાન રાખે છે કે કોઈ રીતે શિપને નુકસાન ન થાય. હવાની માત્ર દિશા બદલાય તો સમગ્ર શીપ કંટ્રોલને એલર્ટ આપે છે. સ્પીડલોગ એ વસ્તુ છે જે સતત પાણીની તીવ્રતા, સ્પીડ અને તે શુદ્ધ છે કે નહીં એ અપડેટ આપે છે.
અહીં જીપીએસની સાથે જીઓલોકેશન સિસ્ટમ ઉપયોગમાં લેવાય છે, જે શીપની રીયલટાઈમ લોકેશન બતાવે છે. હા, આ અતિ મોંઘી અને હાઈટેક હોવાને કારણે સામાન્ય માણસ પાસે એ હોતી નથી. ઈલેક્ટ્રિક, હાઈડ્રોલિક, ગેસ એન્ડ વિન્ડ સર્વિસ, ફ્રોઝન, મોનિટરિંગ અને સિક્યોરિટી જેવા પાસા ભેગા થાય ત્યારે એક શીપ બને છે, જે દરિયામાં તરે છે.
હવે તો ટ્રાફિક અને હવામાનની ચોક્કસ માહિતી માટે શીપમાં પણ ડ્રોનનો ઉપયોગ થાય છે. અમુક નોટિકલ માઈલ સુધી તેને ફ્લાઈ કરાવીને તાગ મેળવી શકાય છે. હવે સવાલ એ થાય કે આટલું મોટું કાર્ગો પેટ્રોલથી ચાલે કે ડીઝલથી? જવાબ છે ડીઝલથી, જે ‘બંકર ફ્યૂલ’ તરીકે ઓળખાય છે. એ માટેની ટાંકી શીપના સૌથી નીચેના ભાગમાં હોય છે. એમાં ચોક્કસ પ્રેશરથી આ ડીઝલ ભરવામાં આવે છે.
હાલ તો અમેરિકા એક એવો પ્રયોગ કરી રહ્યું છે કે, સંપૂર્ણ રીતે સોલાર પેનલ પર એનર્જી ભેગી કરીને શીપને દોડાવી શકાય. ખાસ કરીને યોટ અને નાના જહાજની વાત છે ત્યાં સુધી આ પ્રકારની ટેકનોલોજીનો પ્રયોગ થઈ રહ્યા છે. હજ્જારો કિલોમીટરનું અંતર કાપીને જ્યારે શીપ પોર્ટ સુધી પહોંચે છે ત્યારે એને ડાયરેક્ટ અનલોડ નથી કરાતું. એનો રૂટ જે તે પોર્ટ પાસે હોય છે આ ઉપરાંત જ્યારે એ રવાના થાય ત્યારે પણ સતત એનું ટ્રેકિંગ થતું રહે છે. શીપ બનાવતી કંપનીઓ હવે ઈનબિલ્ટ જીપીએસ અને કંટ્રોલરૂમ જેવી સિસ્ટમ ઊભી કરી આપતી હોવાથી પોર્ટ મેનેજમેન્ટનું કામ થોડું ઓછું થયું છે.
કાર્ગો શીપમાં ટનની માત્રામાં જ્યારે સામાન અનલોડ કરે છે ત્યારે હાઈડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ થાય છે. એમાં ખાસ પ્રકારના ઓટો વ્હિકલ્સથી ક્ધટેનર ખાલી કરવામાં આવે છે.
આઉટ ઓફ ધ બોક્સ
નીતિ સાચી હોય અને સમૂહનું ભલું કરવાની ભાવના હોય ત્યાર પૈસા ન હોવા છતાં કોઈ કામ અટકતા નથી.