અમેરીકામાં દુર્ઘટના; આણંદમાં અરેરાટી; જ્યોર્જિયામાં કાર અકસ્માતમાં 3 મહિલાના મોત
અમેરીકામાં એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત થયાની ઘટનાથી ચરોતર પંથકમાં શોકની લહેર ફરી વળી છે અમેરિકના જ્યોર્જિયામાં ઘટેલા આ માર્ગ અકસ્માતમાં ત્રણેય મૃતક મહિલા આણંદ જિલ્લાની વતની છે. મળતી માહિતી પ્રમાણે એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે.
અમેરિકાના જ્યોર્જિયા માં રહેતાં અને મૂળ આણંદ જિલ્લાના કાવિઠાના રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન બી. પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ સહિત ચાર મહિલાઑ એટલાન્ટાથી ગ્રીન વિલા, સાઉથ કેરોલિનામાં તરફ કારમાં જય રહી હતી ત્યારે કાર ઓવરપાસ સાથે અથડાયા બાદ ટ્રાફિકની ચાર લેન વટાવી ઝાડીમાં 20 ફૂટ ઊંચા ઝાડ સાથે ટકરાઇ હતી.
કારના ટુકડા થયા
આ ચારેય મહિલાઓ જે કારમાં જઈ રહી હતી તે SUV એકથી વધુ જગ્યાએ ટકરાયાં બાદ કારના ટુકડા થઈ ગયા જેમાં ત્રણ મહિલાનાં મોત થયાં તો એકની હાલત ગંભીર છે . આ બનાવની જાણ કાવિઠા અને વાસણા બોરસદ પહોચતાં સ્વજનોમાં શોકની લહેર ફરી વળી છે.
માળો પિંખાયો
મૃતક મહિલાના પરિવારની વાત કરીએ તો રેખાબેન પટેલ ને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. મૃતક સંગીતાબેન ભાવેશભાઈ પટેલ ને સંતાનમાં 1 પુત્ર છે. જ્યારે ઈજાગ્રસ્ત કામીનીબેન જીતેન્દ્રભાઈ પટેલને સંતાનમાં 3 પુત્રી છે.
આ ત્રણેય મહિલાઓ વચ્ચે દેરાણી-જેઠાણીનો સંબંધ
જ્યોર્જિયામાં થયેલા માર્ગ અકસ્માત માં મૃતક ત્રણેય મહીલાઓ સંબંધમાં દેરાણી-જેઠાણી થતાં હતા મૃતક ત્રણે મહિલાનો ઉમર આશરે 60 થી 65 વર્ષની હોવાનો અંદાજ છે. આ મહિલાઓ 30-35 વર્ષ અગાઉ પરિવાર સાથે અમેરિકા ગયાં પછી ત્યાં જ સ્થાયી થયાં હતાં.
અકસ્માતનું કારણ ઓવરસ્પીડ – અનુમાન
જ્યોર્જિયમાં જ્યાં આ દુર્ઘટના ઘટી ત્યાના સ્થાનિકોના જણાવાયા પ્રમાણે, કાર ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.